• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • લાલપુરનીમ્યુ. હાઈસ્કૂલ અને એમ.એલ. કન્યા વિદ્યાલયમાં ભૂકંપ વખતે નુકસાન

લાલપુરનીમ્યુ. હાઈસ્કૂલ અને એમ.એલ. કન્યા વિદ્યાલયમાં ભૂકંપ વખતે નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાલપુરનીમ્યુ. હાઈસ્કૂલ અને એમ.એલ. કન્યા વિદ્યાલયમાં ભૂકંપ વખતે નુકસાન થયું હતું. બન્ને હાઈસ્કૂલોનાં બિલ્ડિંગો નવનિર્માણ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા લાલપુર તાલુકાની બે હાઈસ્કૂલ જામજોધપુર તાલુકાની બે અને એક ભણગોરની શાળા એમ પાંચ હાઈસ્કૂલોના નિર્માણ માટે રાજ્ય સરકાર તરફથી કુલ ૧૧ કરોડ ફાળવાયા છે.તેમાં મ્યુ.હાઈસ્કૂલ લાલપુરને બે કરોડ સાડત્રીસ લાખ અને એમ.એલ. કન્યા વિદ્યાલયને એક કરોડ ચોરાણું લાખ રૂપિયા હાઇસ્કૂલના નિર્માણ માટે ફાળવાયા છે.લાલપુર ગામનાં જીગ્નાબેન રાકેશભાઇ ભાલોડિયાને મુખ્યમંત્રીનાં રાહત ફંડમાંથી આર્થિક નબળા પરિવારને ઓપરેશનનાં કુલ ખર્ચનાં ૩૩ ટકા લેખે નેવુ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

નવનિર્માણ માટે 11 કરોડ ફાળવાયા, આંબેડકર ભવનનુ ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે સંપન્ન થયું

અન્ય સમાચારો પણ છે...