તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનના દેહનું ભણતર, ભાવિ તબીબોનું ઘડતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનીમેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં છેલ્લાં પાંચ વર્ષમાં 70 વ્યકિતઓએ દેહદાન કરી પ્રેરક કાર્ય કર્યું છે.દાનમાં આવેલા દેહના અભ્યાસ થકી તૈયાર થતા તબીબો બાદમાં સમાજની સેવા કરતા હોય બધા દાનમાં દેહદાન સર્વોતમ ગણાય છે.દેહદાનનો સંકલ્પ જીવીત વ્યકિત પણ કરી શકે છે.

દેહદાન એટલે મૃત્યુ બાદ અપાતું દેહનું દાન.જામનગરની મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં દેહદાન સ્વીકારવામાં આવે છે.જીવીત વ્યકિત પણ દેહદાનનો સંકલ્પ કરી શકે છે.આ માટે એનાટોમી વિભાગમાં સંકલ્પ પત્રક મળે છે.ઉપરાંત મૃત્યુ બાદ પણ જે તે વ્યકિતના સગા-સંબધીઓ મૃત્યુ પામનારના દેહનું દાન કરી શકે છે.દેહદાન આપ્યા બાદ એનાટોમી વિભાગમાં દેહમાં ખાસ પ્રકારનું ફોર્મેલીન કેમીકલ નસ દ્રારા ચડાવવામાં આવે છે.જેના કારણે દેહ સડતો નથી અને દુર્ગંધ પણ આવતી નથી. દેહને ખાસ પ્રકારના કેમીકલ ભરેલી ટાંકીઓમાં સાચવવામાં આવે છે.હાલમાં એનાટોમી વિભાગમાં સાત જેટલી ટાંકીઓમાં 50 જેટલા દાનમાં આવેલા દેહ સાચવવામાં આવ્યા છે.આ દેહના જુદા-જુદા ભાગોનો ઉપયોગ એટલે કે અભ્યાસ તબીબ બનવા આવેલા છાત્રો કરે છે. દાનમાં આવેલા એક દેહના અભ્યાસમાંથી ઘણા તબીબો તૈયાર થાય છે,જે બાદમાં સમાજની સેવા કરતા હોય દેહદાન સર્વોતમ દાન ગણવામાં આવ્યું છે.

દેહદાન કરતી વખતે તબીબે આપેલું મૃત્યુનું પ્રમાણપત્ર તથા મૃત્યુ પામનારનું ઓળખપત્ર નિયમ મુજબ જરૂરી છે.જો સંકલ્પ પત્ર ભર્યું હોય તો તે પણ સાથે રાખવું.ઉપરાંત મૃત્યુ બાદ શિયાળામાં દેહને 6 થી 7 કલાક અને ઉનાળામાં 4 થી 5 કલાકમાં મેડીકલ કોલેજમાં પહોંચાડવું જરૂરી છે.દેહદાન કરનાર વ્યકિતના પરિજનોને દેહને મેડીકલ કોલેજ સુધી પહોંચાડવાનું વાહન ભાડું પણ સરકાર દ્રારા ચુકવવામાં આવે છે, તેમ એનાટોમી વિભાગના સીનીયર પ્રોફેસર હેડ ડો. મીતલ પટેલે જણાવ્યું છે.

અસ્થિઓના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર

મેડીકલકોલેજના એનાટોમી વિભાગમાં દાનમાં આવેલા દેહના અભ્યાસ બાદ એક કે બે વર્ષ પછી દેહના વધેલા અસ્થિઓના સ્મશાનમાં શાસ્ત્રોકત વિધીથી સામૂહીક અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા તથા જેમાં લીગલ કેસ થઇને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તેવા દેહનું દાન સ્વીકારવામાં આવતું નથી. માત્ર કુદરતી મૃત્યુના કિસ્સામાં દેહનું દાન સ્વીકારવામાં આવે છે.

પ્રકારના દેહનું દાન કરી શકાતું નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો