તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | જામનગર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરના27 ખેલાડી ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધામાં ભાગ લેશે. તમામ ખેલાડીઓ મંગળવારના રમવા જવા રવાના થશે. ખેલાડીઓની સુવિધા માટે દાતાઓએ ઉદાર હાથે અનુદાન આપવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં આગામી 24 થી 27 માર્ચ સુધી રાષ્ટ્રીયકક્ષાની 35 વર્ષથી ઉપરના જુદા-જુદા વયના ખેલાડીઓની ભાઇઓ-બહેનો વિભાગની માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જામનગરના 17 ભાઇઓ અને 10 બહેનો મળી કુલ 27 ખેલાડીઓ ભાગ લેશે. તમામ ખેલાડીઓ 21 માર્ચના ટ્રેન મારફત રવાના થશે. ખેલાડીઓના આવાગમન સહિતની સુવિધા માટે શહેર એથ્લેટિકસ એસોસિએશનને મહાનગરપાલિકા સહિત અન્ય દાતાઓ દ્વારા કુલ 1.29 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્પર્ધામાં જામનગરના દીલુરંજન જૈના,ઇન્દ્રજીતસિંહ ડી. જાડેજા, શેઠીયા હીતેશ,કબીરા શૈલેષ, વાછાણી હીતેન્દ્ર, મેતા નીતીન, પરમાર સુરેશ, બ્લોચ મહમદહનીફ, ભાટીયા પ્રભુજીતસિંહ, જાડેજા મહીપતસિંહ, વાધ કેશવ, નાકરાણી મનસ઼ુખ, નીમાવત લાભુરામ, અગ્રાવત રાજેન્દ્ર, ઝાલા મહીપતસિંહ, કુંભારાણા સુરેશભાઇ, ચૌહાણ પ્રેમીલાબેન, વારા આરતીબેન, ચૌહાણ ઇલાબેન, રૂપડીયા પ્રવીણાબેન, વાદી રસીલાબેન, ત્રિવેદી વર્ષાબેન, જોષી અલકાબેન, સોલંકી વનીતાબેન, બદાણી આરતીબેન, રાઠોડ ભારતીબેન, મકવાણા હર્ષિદાબેનનો સમાવેશ થાય છે.જામનગરની ટીમના મેનેજર તરીકે વલ્લભભાઇ માડમ રહેશે.

અલ્હાબાદમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનારા જામનગરના એથ્લેટિક્સ.

27 ખેલાડીઅોની એથ્લેટિકસ સ્પર્ધાની તૈયારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો