તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • વિદ્યાર્થીઓ દ્વારા શાળા જીવન વિશેના અનુભવો રજૂ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ દ્વારા શાળા જીવન વિશેના અનુભવો રજૂ કરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણદાબાવાસંચાલિત શારદા મંદિર હાઇસ્કૂલમાં 2016-17માં ધો. 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યેાજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહપ્રાર્થના તથા ભજન ગાનના પવિત્ર વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળામાંથી નિવૃત્ત થતાં જુ. કલાર્ક દિલસુખભાઇલ પીઠડિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધો. 10ના વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા અગત્યના ઉપદેશ મહંત દેવપ્રસાદજી મહારાજએ વિદાય લઇ રહેલા તમામ બાળકોને આપ્યા હતાં. પ્રસંગે જયંતિભાઇ અડાલજા, મનસુખભાઇ પટેલ, કૌશલભાઇ ભારદીયા, બુચ, હેમાંગભાઇ પારેખ, ચિરાગભાઇ વગેરેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રજનીભાઇ મેસવાણીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શાળા જીવનના અનુભવો રજૂ કર્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શાળાનાે સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ શિક્ષકોએ અલગ-અલગ પોતાના મંતવ્યો રજૂ કરી વિદ્યાર્થીઓને આગળ વધવાના બોધપાઠ રજૂ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો