જામનગરમાં ઠંડી યથાવત્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંઠંડીનું ચલક ચલાણું યથાવત્ રહ્યું છે. જામનગરમાં સપ્તાહથી ન્યૂનત્તમ તાપમાનમાં સતત વધઘટ જોવાં મળી રહી છે. શુક્રવારે લઘુતમ તાપમાન ૭.૧ ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડીથી જનજીવન થરથરી ઉઠ્યું હતું. શનિવારે પુન: લઘુતમ તાપમાનમાં ૨.૧ ડિગ્રીનો વધારો થતાં ૯.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. આથી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. મહત્તમ તાપમાન ૨૭.૧ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ગતિ થી ૧૦ કિમી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...