તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કફોડી હાલત | દરરોજ નર્મદા કેનાલના 90 એમએલડી પાણી ઉપર મદાર, ડેમો કાેરાધાકોળ થયા

કફોડી હાલત | દરરોજ નર્મદા કેનાલના 90 એમએલડી પાણી ઉપર મદાર, ડેમો કાેરાધાકોળ થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા કેનાલમાં રિપેરિંગથી પાણીકાપ


જામનગરનેપીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો ખાલી ખમ છે તેમાંય જીવાદોરી સમાન રણજીતસાગર પણ કોરો ધાકોળ છે માટે હાલ નર્મદાના નીર ઉપર મદાર છે અને નર્મદા કેનાલમાં ગાબડુ પડે એટલે હાલાકી શરૂ થાય છે નર્મદા કેનાલમાં ફરીથી શટ ડાઉન રૂપી ભંગાણ પડતા નગરને પાણીની હાલાકી શરૂ થઇ ગઇ છે જે વળી ફરીથી ચારથી પાંચ દિવસે માંડ-માંડ િનયમીત થશે ત્યાં વળી બીજા ફોલ્ટ સર્જાશે તેવું અનુમાન પણ લોકો ચિંતા સાથે કરી રહ્યા છે. ખાસ કરીને નર્મદાની લાઇનમાં રીપેરીંગના કારણે હાલ એક-એક દિવસના વધુ પાણી કાપ સર્જાયા છે.

એક તરફ નર્મદા કેનાલની અનિયમીત તા, બીજી તરફ સ્થાનિક લાઇનના ફોલ્ટ, વીજ ધાંધીયા, લીકેજીસ અને અન્ય કારણોસર પીવાના પાણી એકાંતરા પણ નિયત સમયે વિતરણ થઇ શકતા નથી ઉપરથી મુખ્ય ડેમો ખાલી છે તેથી પાણી પુરૂ પાડતા ડેમાેની હાલત ભેકાર છે તેવામાં નગરને પીવાનું પાણી ઉનાળામાં કેવી રીતે નિયમીત મળશે તે પ્રશ્ન છે.

રવિવારે 20 હજાર પરિવારોને પાણી નહીં મળે

જામનગરમહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છેકે, ચાલુ સાલે નહીવત વરસાદ થયેલ હોય તેના કારણે જામનગર શહેરને પાણી પુરૂ પાડતા તમામ ડેમો ખાલી હોય અને નર્મદા (એનસી 8) આધારીત પાણી પુરવઠો પાડતી પાઇપ લાઇનમાં રીપેરીંગ કામ ચાલુ હોવાને કારણે પાણીનો પુરતો જથ્થો મળી શકે તેમ હાેય શંકરટેકરી ઇએસઆર હેઠળ એ-ઝોન વિસ્તારોમાં આવતા વોર્ડ નં. 9, 10, 12 અને 13ના લાગુ પડતા વિસ્તારોમાં રવિવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે તે વિસ્તારોને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.

નગરને પાણી પૂરું પાડતા જળાશયો ખાલી

ડેમનું નામ ઊંડાઇ ફુટમાં જથ્થો ફુટમાં

(ફુટમાં ટકાવારી)

ઊંડ-125.90 0.14 (00 ટકા)

સસોઇ 22.97 00 (0 ટકા)

રણજીતસાગર 27.00 6.9 (0.7 ટકા)

પન્ના 15.00 00 (0 ટકા)

અન્ય સમાચારો પણ છે...