તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જસાપરના યુવાનનું સારવાર દરમિયાન સ્વાઇનફ્લૂથી મોત

જસાપરના યુવાનનું સારવાર દરમિયાન સ્વાઇનફ્લૂથી મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાંહાલ શિયાળો પૂરો થવાપર છે ત્યારે સ્વાઇન ફ્લૂ દેખા દઈ રહ્યું હોય તેમ ફરી એકવાર સ્વાઇનફ્લૂએ એક યુવાનનો ભોગ લીધો છે બે દિવસ પહેલા જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થનાર જામજોધપુરના જસાપરના યુવાનને સ્વાઇનફ્લૂ પોસિટિવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જ્યારે હાલ એક વૃદ્ધા સારવાર લઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગરની જી.જી હોસ્પિટલમાં જામજોધપુર તાલુકાના જશાપર ગામમાં રહેતા 22 વર્ષના એક યુવાનને તાવ, શરદી, ઉધરસ હોય અને ડોક્ટરને સ્વાઇનફ્લૂના લક્ષણ જણાતા તેને તુરંત સ્વાઇનફ્લૂના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેના લોઈના નમૂના લઈ ચેક કરતાં તેને સ્વાઇનફલૂ પોજિટિવ આવ્યો હતો આથી તેને સ્વાઇનફ્લૂની ટ્રીટમેંટ ચાલુ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડી હતી અને યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જામનગરના સ્વાઇનફ્લૂના વોર્ડમાં દર્દીનું મૃત્યુ નીપજયું હોવાના સમાચારથી આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને યુવાનના ઘરના સદસ્યોને તથા તમામ પરિચિતોને ટેમીફ્લૂ નામની ટેબલેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...