તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનાે અડિંગો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેરીજનોને પરેશાન કરતી મોટી સમસ્યામાં ઢોરના જામેલા રાજમાર્ગો પર જોવા મળતા હોય છે. સમસ્યા એટલી બધી વિકરાળ સ્વરૂપે ધારણ કરી લીધી છે કે, રોડ, રસ્તા પર ઢોરના ત્રાસ અને રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હેાય છે. જેમાં ખાસ કરીને ગીચ વિસ્તારમાં જમેલા વધુ પ્રમાણમાં જોવા મળતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું હોય તેમ માત્ર ચોપડે દેખાડવા પૂરતી કામગીરી કરી સંતોષની લાગણી અનુભવતા હોય છે.

જામ્યુકો દ્વારા ટેગ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ કામગીરી ગોકળગતિએ ચાલતી હોવાથી સમસ્યાનું નિરાકરણ આવી શકયું નહીં. સમસ્યા યથાવત રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરનો એકપણ માર્ગ એવો નથી તે ત્યાં સવારથી રાત દરમિયાન ઢાેરના અડીંગાઓ જમેલા હોય છે. જેથી રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતી હોય છે. અનેક વખતો ઢોરના યુધ્ધના ભોગ શહેરીજનો બનતા હોય છે જેમાં નાની-મોટી ઇજાઓ પહોચતી હોય છે, પરંતુ તંત્ર જાણે ગાંધારીની ભૂમિકા હોય તેવા ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.

જામનગર શહેરના મુખ્ય માર્ગો ચાંદીબજાર, હવાઇચોક, ગોકુલનગર, ખંભાળિયા ગેટ, પવનચક્કી, ટાઉનહોલ, પટેલ કોલોની, રામેશ્વરનગર, શાકમાર્કેટ, સાત રસ્તા, રણજીનગર, ઉદ્યોગનગર, વિકટોરિયા પુલ, ગુલાબનગર સહિતના શહેરના ગીચ વિસ્તારોમાં ઢોરના જમેલા જોવા મળતા હોવા છતાં તંત્ર દ્વારા ઢોર પકડવામાં ઢીલાશની કામગીરી દેખાડતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ભભૂક્યો છે. આવા રખડતા-ભટકતા ઢાેરના માલિકો વિરૂધ્ધ પણ આકરા પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જો ઢોરના માલિકો વિરુધ્ધ આકરાં પગલાં ભરવામાં અાવે તો મહદ અંશે સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

પંચેશ્વર ટાવર વિસ્તારમાં કાર્યવાહી કેમ નહીં

શહેરનોમહત્વનો વિસ્તાર અને હજારોની સંખ્યામાં લોકોની તથા વાહનચાલકોની અવરજવર થતી હોય છે. પરંતુ અહી સવારથી રાત દરમિયાન મોટા પ્રમાણમાં ઢોર રસ્તા પર પોતાના અડીંગા જમાવી દેતા નાગરીકોને પરેશાન થતી હોય છે, પરંતુ તંત્રના જાંબાઝ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી નહીંવત થતી હોવાથી અનેક તર્કવિર્તકો ઉઠ્યા છે. જો વિસ્તારમાં કામગીરી કરવામાં અાવે તો તંત્રને મોટી સફળતા મળી શકે તેમ છે.

શહેરના રાજમાર્ગો પર ફરતી ઢોર પકડવાની ગાડીમાં માત્ર ચોપડે દેખાવા પૂરતા ઢોર પકડીને ચાલતી પકડતા હોય છે. ગાડી મોટાભાગે ખાલીખમ ફરતી હોવાથી ગાડીના કર્મચારી વિરુધ્ધ આકરાં પગલાં ભરવામાં આવે તો અનેક કૌભાંડ સામે આવી શકે તેમ છે. રસ્તા પર ઢોરના અડીંગા હોવા છતાં ગાડી ત્યાંથી બિનદાસ્ત પસાર થઇ જતી હોય છે. જેમાં મોટા ભાગે ઢોર માલિકો ગાડીની આગળ ચાલતા હોય છે અને પોતાના ઢોરને પકડવા દેતા હોતા નથી. જેથી આવા કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઇએ તેવી લોકોની માગ છે.

ઢોર પકડનાર ગાડીના કર્મચારી વિરુધ્ધ આકરાં પગલાં જરૂરી

તંત્રની ચોપડે દેખાડવા માટેની સંતોષજનક કામગીરીથી લોકોમાં રોષ, ઢોરના ભોગ બનતા રાહદારીઓ તથા વાહનચાલકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો