તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા એસટી વિભાગને ત્રણ દિવસમાં રૂ. 3.5 લાખની આવક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરતથા દ્વારકા એસટી વિભાગ દ્વારા દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં શ્રધ્ધાળુઆેની સુવિધા માટે વધુ બસો શરૂ કરવામાં અાવી હતી. તહેવારનું અનેરૂ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉત્સવમાં જોડાતા હોય છે અને જેમાં મોટા પ્રમાણમાં પદયાત્રીઓ રહેતા હોય છે. શહેર તથા જિલ્લામાંથી ઊમટતાં યાત્રાળુઓને કોઇ અગવડતા પડે અને સુખાકારી રીતે દ્વારકાધીશના દર્શન કરી શકે તે હેતુથી એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવામાં આવી હતી. જેમાં દ્વારકા એસટી વિભાગને ત્રણ દિવસમાં રૂ.3.5 લાખની આવક થવા પામી હતી.

દેવભૂમિ દ્વારકાધીશજીના દર્શન માટે લાખો શ્રધ્ધાળુઓ ઊમટતા હોય છે. હોળી, ધુળેટી તહેવારનું અનેરૂ મહત્વ હોવાથી તહેવાર નિમિતે ફુલડોલ ઉત્સવમાં શ્રધ્ધાળુઓ ઉમટતા હોય છે. જેની સુખાકારી માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડવવામાં આવી હતી. જેમાં દ્વારકા એસટી વિભાગને માત્ર ત્રણ દિવસમાં રૂ. 3.5 લાખની આવક થવા પામી હતી. જેમાં દ્વારકાથી જામનગર, ઓખા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં 28 બસો દોડાવવામાં આવતા રૂ. 103142ની આવક થવા પામી હતી.

ફૂલડોલ નિમિત્તે શ્રધ્ધાળુઓ માટે વધુ બસો દોડાવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો