તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ધ્રોલની રૂ. 5.24 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલની રૂ. 5.24 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલમાંલંઘા શેરીમાં લૌકીકે ગયેલા એક મહિલાનાં મકાનમાંથી ધોળા દિવસે પલંગની નીચે રાખેલી પેટીમાંથી કોઇ 5,24,000ની મતા ચોરી થયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ધ્રોલ પોલીસે ચોરીનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી નાખી જામનગરમાં શાકભાજીનો વેપાર કરતાં શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રોલના લંઘા શેરીમાં ખોજા જમાત ખાનાની બાજુમાં એકલા રહેતા બાનુબેન હુશેનભાઇ કાજી ઘરકામ કરી પેટિયું રળી ગુજરાન ચલાવતા હોય, 17મીના સાંજના પાંચેક વાગ્યાનાં સુમારે તેનાં ભાડૂઆતનાં પિતા ગુજરી ગયા હોય, તેનાં બેસણામાં તેમનાં પાડોશી સાથે બાનુબેનને જવાનું હોય તેમનાં પાડોશીની દીકરીને મકાનને તાળું મારી ચાવી સંડાસની બારીમાં મૂકી દેવાનું જણાવી તેઓ પાડોશી સાથે બેસણામાં ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ તેઓ જ્યારે પરત આવ્યા ત્યારે પલંગ નીચે જોતાં લોખંડની પેટી જોવા મળેલી નહીં અને કુલ 5,24,000ની મતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી ગયાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધ્રોલ પોલીસે ગુનો નોંધી જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળની સૂચનાથી ડી.વાય.એસ.પી. એચ.પી. દોશીનાં માર્ગદર્શન હેઠળ ધ્રોલ પી.એસ.આઇ. એમ.ડી.ચૌધરી તથા સ્ટાફનાં કુલદીપસિંહ, કલ્પેશભાઇ, જયપાલસિંહ રાણા, સંજયભાઇ સોલંકી, વિક્રમભાઇ આહીર વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા સ્ટાફનાં કુલદીપસિંહ, કલ્પેશભાઇ અને જયદીપસિંહને જી.જે-10બીકે-0834 નંબરનાં મોટરસાઇકલ વાળો ઇસમ ચોરીને અંજામ આપી ગયો હોવાની બાતમી મળી હતી.

તે દરમિયાન પોલીસે મોટર સાઇકલની તપાસ કરતાં મોટરસાઇકલ જામનગરનાં દરબારગઢ વિસ્તારમાં રહેતા શબ્બીર હુશેનભાઇ લાખાનું હોય તેની પૂછપરછ હાથ ધરી હતી. શબ્બીરભાઇએ મોટરસાઇકલ તેનાં કૌટુંબિક ભાઇ સફીક અજીજભાઇ લાખા (ઉ.વ. 25)ને આપ્યાનું ખુલતા પોલીસે બર્ધનચોકમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સફીક લાખાને ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત આપી હતી.

પોલીસે સફીકની ધરપકડ કરી સોનાનાં દાગીના ૧૭૫.૧૫ ગ્રામ કિંમત રુ. ૪,૧૪,૮૦૦/- તથા ચાંદી નાં દાગીના ૩૮૧ ગ્રામ કિંમત રુ. ૮,૫૦૦/- તેમજ રોકડ રુ. ૧,૮૦,૦૦૦/- મળી કુલ ૬,૦૩,૩૦૦/- નો મુદામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી. વધુ કેટલીક ચોરીના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

વધુ ચોરીના ભેદ ઉકેલાવાની આશાએ રિમાન્ડની તજવીજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો