તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જામનગર જિલ્લો શૌચમુક્ત બન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જામનગર જિલ્લો શૌચમુક્ત બન્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત જામનગર જિલ્લો શૌચ મુક્ત બન્યો છે. યોજનામાં શૌચાલય વિહોણા 57480 કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. સિધ્ધી બદલ રાજય પાલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત જામનગર જીલ્લાના કુલ તાલુકા જામનગર, ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર, જામજોધપુરના દરેક ગ્રામ પંચાયતોમાં કુલ 1,22,646 કુટુંબો પૈકી 5,74,580 શૌચાલય વિહોણા કુટુંબોમાંથી 57,480 કુટુંબોને શૌચાલયો બનાવવામાં આવ્યા અને 128 સામુહિક શૌચાલય બનાવી 1,937 શૌચાલય વિહોણા કુટુંબોને આવરી લેવામાં આવેલ. જેમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત કરી શૌચાલયની સગવડતા પુરી પાડવામાં આવી. કાર્યવાહીમાં જીલ્લાના તમામ વિભાગો જેમ કે, આરોગ્ય વિભાગ આઇ.સી.ડી.એસ., શિક્ષણ વિભાગ તથા તલાટી કમ મંત્રી, ગામના સરપંચ તથા તમામ સભ્યો સાથે રહી તેમના સહયોગથી ખુલ્લામાં શૌચમુક્ત જીલ્લો જાહેર થયેલ છે. જેના ભાગરૂપે યોજાયેલ સમારંભ અભિનવ સમાધાન કાર્યશાલા કાર્યક્રમમાં ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલનાા હસ્તે જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા, નિયામક ડો.બી.એચ.પાઠક તથા તેમની ટીમને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

શૌચાલય વિહોણા 57480 કુટુંબોને આવરી લેવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો