તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં 6 વેપારીઓ પર આવકવેરા વિભાગની ધોંસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર,જામજોધપુરનીસાથે ખંભાળિયામાં પણ અડધો ડઝન વેપારીઓ પર આવકવેરા વિભાગ ત્રાટકતા ચકચાર જાગી છે. આઇટીના અધિકારીઓએ આર્થિક વ્યવહારોની ચકાસણી કરી હિસાબી સાહિત્ય કબજે કર્યાનું જાણવા મળ્યું છે.

ખંભાળિયામાં સોમવારે બપોર પછી જામનગર અને દ્રારકા આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી.નગરના જોધપુર ગેઇટ,નગર ગેઇટ સહીતના વિસ્તારોમાં પેઢી ધરાવતા અનાજ કરિયાણા,એગ્રો,પેટ્રોલ પંપ સહીતના મોટા વેપારીઓને ત્યાં તપાસ કરી હતી.નોટબંધી દરમ્યાન વેપારીઓએ બેકમાં જમા કરાવેલી માતબર રકમ મામલે કરવામાં આવેલી તપાસમાં આયકરના અધીકારીઓએ આર્થિક વ્યવહારો ચકાસી હિસાબી સાહિત્ય કબ્જે કરી રવાના થયા હતાં.માર્ચ માસમાં આયકર વિભાગની ચેકીગ કાર્યવાહીથી વેપારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.આવકવેરા વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આથી અમુક વેપારીઓએ ધંધા-રોજગાર અડધો દીવસ બંધ રાખ્યા હતાં.

આર્થિક વ્યવહારો મુદ્દે તપાસ, હિસાબી સાહિત્ય કબજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો