તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની ખાનગી શાળામાં પ્રવેશ માટે 2122 ફોર્મ આવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાઇટ ટુ એજયુકેશન એક્ટ હેઠળ શહેરની ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવાના ફોર્મ સ્વીકારવાનું પૂર્ણ થયું છે.મુદત પૂર્ણ થવા સુધીમાં કુલ 2122 ફોર્મ સ્વીકાર કેન્દ્રો પર આવ્યા છે.ત્યારે હવે કઇ શાળામાં એડમિશન મળશે તેના પર વાલીઓ અને છાત્રોની મીટ મંડાઇ છે.

નબળા અને વંચિત જૂથના બાળકો તથા વર્ષથી જનરલ કેટેગરીના બાળકો કે જેમના વાલીઓની આવક મર્યાદિત હોય તેવા બાળકોને પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શહેરની ખાનગી શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

રાજ્યની સાથે જામનગરમાં ગત તા.21/2 થી 15/3 સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રીયા ચાલી હતી. ભરાયેલા ફોર્મ 20 માર્ચ સુધી સ્વીકાર કેન્દ્રો પર સ્વીકારવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. સોમવારે ફોર્મ સ્વીકારવાના અંતિમ દિવસ મળીને શહેરી વિસ્તારની 129 ખાનગી શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે કુલ 2122 ફોર્મ આવ્યાનું નોંધાયું છે.ત્યારે આરટીઆઇ હેઠળ પ્રવેશની તમામ પ્રક્રિયા પૂર્ણ થતા હવે કઇ શાળામાં પ્રવેશ મળશે તેના પર વાલીઓ અને છાત્રોની મીટ મંડાઈ છે. મર્યાદીત આવક ધરાવતા વાલીઓના સંતોના સારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓ અમુક એડિમશન આપે છે.

SMS દ્વારા પ્રવેશની માહિતી મળશે

આરટીઆઇહેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અને પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે વાલીઓએ ફોર્મમાં દર્શાવેલા મોબાઇલ નંબર પર રાજ્ય સરકાર દ્વારા કંઇ શાળામાં પ્રવેશ મળ્યો તેની જાણકારી એસએમએસ દ્વારા આપવામાં આવશે.ઉપરાંત કંઇ વાંધા હશે તો વાંધા પૂર્તતા અંગે પણ એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.

આરટીઇના ફોર્મ સ્વીકારવાનું પૂર્ણ, કઇ શાળામાં એડમિશન મળશે તેના પર સૌની મીટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો