તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાની 20 આસામીને વેરો ભરવા તાકીદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમહાનગરપાલિકા મિલકત વેરા શાખા શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલકતોની ધી બીપીએમસી એક્ટ-1949ની જોગવાઇઓ અનુસાર ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે. જેમાં બાકીદોરાની મિલકતોનો મિલકત વેરો રૂ.2 લાખ કે તેથી વધુ બાકી રહેતો હોય તેવા બાકીદારોને તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા જે બાકીદારો રહેતા હોય તેવા બાકીદારોની નામાવલી પ્રસિધ્ધ કરાઇ છે અને આગામી સમયમાં બાકીદારો વિરુધ્ધ વેરો નહીં ભરવામાં આવે તો મિલકતો સીલ કરવાની ચીમકી આપવામાં આવી છે. જેમાં શહેરના મગનલાલ રણછોડ અને પ્રભાબેન મગનલાલના રૂ.928902, ઉમેશ ઓઇલ પ્રોડક્ટસ ફોર વિઠ્ઠલભાઇ પટેલના રૂ.752520, ડી.કે. પટેલ, જેડી, ડીડી, એમડી પટેલના રૂ. 578524, નીતા અશ્વિન મહેતાના રૂા. 740729, મહમદ ઇબ્રાહીમના રૂ.429327, હિતેશ જગદીશચંદ્ર ભટ્ટના રૂા. 407551, નીઓ કન્સ્ટ્રકમન લી.ના રૂા. 366944, જયસુખલાલ હેમતલાલ રાઠોડના રૂા. 359442, ખતીજાબેન મહમદહુશેન અબાદાનના રૂા. 343342, શેઠ જીવણદાસ પ્રતાપશી ફેમીલી ટ્રસ્ટ ફોર મહાવીરના રૂા. 314910, નીતાબેન પ્રેમજીભાઇ મોદીના રૂા. 308927, શત્રુશલ્ય ટોકિઝના પાર્ટનર શાહબુદીનના રૂા. 290967, અયુબ ઉમરભાઇ ડેડાણી અને યાકુબ ઉમર ડેડાણીના રૂા. 282652, પરમાર કમળાબેન દિનેશચંદ્રના રૂા. 268784, દામજી ડાયાલાલ અંબાસણા મેટલ વર્કસના રૂા. 261699, રમણીકલાલ દામોદર વિ.ના રૂા. 255505, ભાનુશાળી રણછોડ બેચરના રૂા. 242411, મનીશ ગોરધન પાંભરના રૂા. 207271, પટેલ વસ્તા દેવશીના રૂા. 203435, નવિનભાઇ અને વિનોદ છોટાલાલ કનખરાના રૂા. 201249 તમામ બાકીદારોને મિલકત વેરાની રકમ તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી છે. અંગે જો મિલકત વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

વેરો નહીં ભરનાર બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો