તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારકાર્ડ માટે પાંચ સ્થળે સેન્ટર ઊભા કરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને 31મી માર્ચ સુધીમાં દેશના તમામ લોકોને આધારકાર્ડ કઢાવી લેવા તાકીદ કરવામાં આવી છે. આધારકાર્ડ નહીં ધરાવનાર લોકોને શિષ્યવૃત્તિ, સબસિડી સહિતના લાભો નહીં મળે જામનગર શહેરના લોકો આગામી તા.31 માર્ચ સુધીમાં આધાર કાર્ડ કઢાવી લે અને તેમને કાર્ડ કઢાવવામાં કોઇ મુુશ્કેલી પડે નહીં તે માટે મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા કચેરી, તેમજ ગુલાબનગર, રણજીતનગર, શરૂ સેક્શન રોડ ખાતેના સિવિક સેન્ટર અને ટાઉન હોલ ખાતે આધારકાર્ડના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સેન્ટરો રજાના દિવસો સહિત અાગામી 31મી સુધી સવારના 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જન્મથી 5 વર્ષના બાળકના કિસ્સામાં તેમની ઓળખ માટે માતા અથવા પિતાની ઓળખના પુરાવાના આધારે તેમના આધારકાર્ડની નોંધણી થશે તેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો