તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • થનગનાટ | 65 વર્ષથી વધુ વયના લોકોએ પણ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું, આયોજકો દ્વારા તડામાર તૈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થનગનાટ | 65 વર્ષથી વધુ વયના લોકોએ પણ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું, આયોજકો દ્વારા તડામાર તૈયારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેરમાં પ્રથમ વખત યોજાઇ રહેલી વિશ્વ કક્ષાની હાફ મેરેથોનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નોંધનીય વાત જોવા મળી રહી છે કે શહેરના વડીલો અને મહિલાઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને વર્ગનો રજિસ્ટ્રેશન માટે મોટો ધસારો થઇ રહ્યો છે.

ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2જી એપ્રિલને રવિવારે જામનગરમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. હાફ મેરેથોનમાં વિદેશી દોડવીરો ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો ભાગ લેવાના છે ત્યારે જામનગર માટે દોડવા માટે જામનગરવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર પ્રોજેક્ટના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આયોજક ટીમ દ્વારા શહેરની મહત્તમ શાળાઓમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે, પરંતુ સૌથી વધુ આકર્ષણની વાત બની છે કે, શહેરના 65 વર્ષથી વધુ વયના લોકો તેમજ મહિલાઓ પણ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

જામનગરમાં વિશ્વ કક્ષાના આયોજનો થતાં નથી તેવું મેણું ભાંગવા મથી રહેલા આયોજકોએ લોકોમાં હાફ મેરેથોન માટે વધુ જાગૃતિ આવે તે માટે શહેરમાં પ્રચાર પ્રસારને વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે, દોડશે જામનગર તેવા ગીતો પણ શહેરની શેરી-ગલીઓમાં ગૂંજી રહ્યા છે. જાડેજાએ ઉમેર્યું હતું કે, હાફ મરેથોનમાં ભાગ લઇને લાંબા અંતર સુધી લોકો દોડે તે હેતુ નથી, પરંતુ લોકો પોતાના આરોગ્ય માટે જાગૃત થાય અને જામનગર માટે દોડવાનું છે તેવો ભાવ કેળવાય તેવા હેતુ છે. અનેરા આયોજનમાં શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારી, શ્રેષ્ઠિઓ, ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો તેમજ યુવકો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હોઇ અને લોકોનો ઉત્સાહ જોતા આયોજકોએ રજિસ્ટ્રેશન માટે અગાઉ 20મી સુધીની મર્યાદા રાખી હતી, પરંતુ લોકોનો ઉત્સાહ અને પરીક્ષાનો માહોલ જોતા વિદ્યાર્થીઓ આયોજનથી વંચિત રહે નહીં તે માટે રજિસ્ટ્રેશન કરાવવાની તારીખમાં ફેરફાર કરી 25મી માર્ચ છે.

હાફ મેરેથોનનો જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો