તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હાલારમાં આવકવેરાનો મેગા સરવે, એક સાથે 8 પેઢીમાં ધોંસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલારમાં આવકવેરાનો મેગા સરવે, એક સાથે 8 પેઢીમાં ધોંસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરઅને જામજોધપુરમાં આવકવેરા વિભાગે સોમાવારે મેગા સરવે હાથ ધરી એક સાથે આઠ પેઢીમાં ધોંસ બોલાવતા ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર જામજોધપુરમાં અનાજ કરિયાણાના મોટા વેપારી હરિદાસ સવજીભાઇ રાજા અને નારાયણ ટ્રેડિંગ, પાન બીડીના હોલસેલ વેપારી બંસરી ટોબેકો,ખોળ કપાસિયાના મોટા વેપારી શ્રીનાથજી ખોળ કપાસિયા તથા ચંદ્રિકા મેડિકલ સ્ટોર્સમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે જામનગરમાં ઉદ્યોગનગરમાં મોટું કારખાનું ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ સહિત ત્રણ સ્થળોએ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું આયકરના સૂત્રોએ જણાવ્યું છે. જો કે, આયકરના અધિકારીઓએ પેઢીના નામ ગુપ્ત રાખ્યા છે.

જામજોધપુરમાં દુકાનો ટપોટપ બંધ થઇ

જામજોધપુરમાંમોટા વેપારીઓને ત્યાં આયકર વિભાગે અચાનક સર્વેની કામગીરી હાથ ધરતા અન્ય નાના-મોટા દુકાનદારોએ પોતાની દુકાન અને વેપાર-ધંધા બંધ કરી ચાલ્યા ગયા હતાં.આથી મોટા ભાગની દુકાનો બપોર બાદ ખુલી હતી.

સ્થાનિક, રાજકોટના અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો