તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડ પંથકમાં લુખ્ખા સામે પોલીસ ટૂંકી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલાવડતાલુકાના નવાગામ સહિત આસપાસના તેર ગામોમાં છેલ્લા બે મહિનાથી આતંક ફેલાવી રહેલા લુખ્ખાને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેર ગામના લોકોએ જામનગર જિલ્લા કલેક્ટર અને પોલીસવડાને મળી આવેદનપત્ર પાઠવી લુખ્ખાના ત્રાસમાંથી મુક્ત કરવા માગ કરી હતી.

કાલાવડના નવાગામ, ઉમરાળા, ધૂનધોરાજી, હકુમતી સરવાણિયા, હરિપર, મોટીવાવડી, જામવાડી, છત્તર, અરલા, મોટા પાંચદેવડા, નાના પાંચદેવડા તેમજ જામજોધપર તાલુકાના સડોદર અને દલદેવળિયા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સોમવારે સવારે જામનગર જિલ્લા કલેક્ટર અને પોલીસવડાની કચેરીએ દોડી ગયા હતા. અને બંને ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જનકસિંહ તખુભા ચૌહાણ નામનો શખ્સ છેલ્લા બે મહિનાથી ઉપરોક્ત ગામોમાં આતંક મચાવી રહ્યો છે. 20 દિવસ પૂર્વે ખેતરમાં ઘૂસી જીરુંનો પાક સળગાવી નાખ્યો હતો અને વાહનોમાં નુકસાન કર્યું હતું. અમિત દામજીભાઇ અકબરી નામનો યુવાન રાત્રીના સૂતો હતો ત્યારે તેના પર છરીથી ખૂની હુમલો કર્યો હતો, જે યુવક હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. ઉપરાંત પણ 20 જેટલા આદિવાસી શ્રમિકો અને 4 ખેડૂતો પર પણ હિચકારો હુમલો કર્યો હતો.

માથાભારે જનકસિંહ ચૌહાણના આતંકથી ભયભીત ગ્રામજનો તેની વિરુધ્ધમાં ફરિયાદ પણ નોંધાવતા ડરે છે, આમ છતાં ચારેક ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઇ છે, છેલ્લા બે મહિનાથી શખ્સ લુખ્ખાગીરી કરી રહ્યો છે, પરંતુ પોલીસ તેનો વાળ પણ વાંકો કરી શકી નથી. ગ્રામજનોએ ચીમકી આપી હતી કે, જનકસિંહ ચૌહાણને તાકીદે પકડીને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીમાં ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવામાં આવશે.

કાલાવડ પંથકને પરેશાન કરી રહેલો જનકસિંહ ચૌહાણ ચોરીમાં પણ સંડોવાયેલો છે, અન્ય શહેરોમાં ચોરી કરી ચોરાઉ માલ કાલાવડ પંથકના કેટલાક ગ્રામજનોને સસ્તામાં વેચી દે છે. જનકસિંહ પાસેથી કેટલાક લોકોએ મામૂલી ભાવે મોબાઇલ અને સોનાના દાગીના ખરીદ કર્યા હોઇ આવા શખ્સો જનકસિંહને જમવાની તેમજ છુપાવવામાં મદદ કરી રહ્યા છે. જનકસિંહના હાથ આવ્યા બાદ આવા લાલચું લોકો પર પોલીસની તવાઇ ઉતરશે.

☺કેટલા ગ્રામજનો પણ લાલચમાં ફસાઇને મદદ કરે ☺☺છે

ઇશારા કરી પડકાર ફેંકતો રહે છે

જનકસિંહચૌહાણ બે મહિનાથી માથાના દુખાવારૂપ બન્યો છે, જ્યારે કોઇ ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે સ્થળ પર પહોંચતી પોલીસની સામે હાથથી ઇશારા કરી પડકાર ફેંકી જનકસિંહ નાસી જાય છે. તાજેતરમાં લુખ્ખાએ સાત કિલોમીટર સુધી પોલીસને પીછો કરાવ્યો હતો અને ત્યારબાદ પણ તે ભાગી છૂટ્યો હતો.

કાલાવડ પોલીસની વરવી ભૂમિકા

કલેક્ટરઅને પોલીસવડાને રજૂઆત કરવા આવેલા ગ્રામજનો અને આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, જનકસિંહ ચૌહાણ આતંક મચાવ્યા બાદ ઉપરોક્ત ગામોમાં ફરતો રહે છે છતાં તે પોલીસને હાથ આવતો નથી. જામનગર જિલ્લા પોલીસની એલસીબી સહિતની શાખાઓએ પંદર દિવસ સુધી કાલાવડ પંથકમાં ડેરાતંબુ તાણ્યા હતા, પરંતુ તે હાથ આવ્યો નથી, જનકસિંહ ચૌહાણને બેફામ બનાવવા પાછળ કાલાવડ પોલીસની વરવી ભૂમિકા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.☺

ખેતરમાં ઊભા પાક સળગાવી નાખ્યા, અનેક લોકો પર ઘાતક હથિયારથી હુમલો કર્યો છતાં હાથ આવતો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો