તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કાલાવડમાર્કેટિંગ યાર્ડની ચૂંટણી રાજ્યના ખેતબજાર અને ગ્રામ્યઅર્થતંત્ર વિભાગ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડમાર્કેટિંગ યાર્ડની ચૂંટણી રાજ્યના ખેતબજાર અને ગ્રામ્યઅર્થતંત્ર વિભાગ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડમાર્કેટિંગ યાર્ડની ચૂંટણી રાજ્યના ખેતબજાર અને ગ્રામ્યઅર્થતંત્ર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં 17 બેઠકો પર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.28 મેના ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. 13 જૂનના મતગણતરી થશે. યાર્ડની ચૂંટણી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કાલાવડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી જાહેર થઇ છે. ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર ખેડૂત મત વિભાગની 11,વેપારી મત વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગની 2 બેઠકો માટે તા.27/5 ના સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો રજૂ કરવાના રહેશે.આ ઉમેદવારી પત્રોની તા.28/5ના ચકાસણી થશે. જ્યારે તા.31/5ના સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ત્યારબાદ તા.12/6 ના સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કાલાવડ યાર્ડમાં મતદાન થશે.બીજા દિવસે એટલે કે તા. 13/6/17ના સવારે 9 કલાકે મતગણતરી શરૂ થશે.

28 મેના ચકાસણી થશે : 13 જૂનના મતગણતરી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો