તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં વળગ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટરે ઉપસ્થિત તમામ અધિકારીઓને સરકારી વાહનો અને સ્ટાફ સહિતની વિગતો એકઠી કરવા તાકીદ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાતા નિયત સમય કરતા વહેલી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.

જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેકટરે દરેક અધિકારીઓ યોજનાકીય કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તથા સરકારની જુદી જુદી કચેરીઓ હસ્તકના લેણા વસૂલાતની કામગીરીને વેગવંતી બનાવવા જણાવ્યુ હતું.

ગ્રાન્ટ ઇન એઇડના બાકી બિલો તેમજ વગેરેના અગત્યના બિલો બાકી રહી જાય તે જોવા અને તા.22 સુધીમાં બિલો તિજોરી કચેરી ખાતે રજૂ કરવા સૂચન કર્યું હતું જેથી કોઇ ગ્રાન્ટ લેપ્સ જાય.

ખાસ કરીને તેમણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ, મામલતદાર અને કર્મચારીઓને જિલ્લા અને તાલુકા સ્તરે કેટલા સરકારી વાહનો ચાલું હાલતમાં છે અને કેટલા બંધ હાલતમાં છે તેની વિગતોની સાથે સ્ટાફની માહિતી પણ નિયત નમૂનામાં તૈયાર કરવાની સૂચના આપી હતી. આથી જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગ્યું હોવાની સ્થિતિ સ્પષ્ટ થઇ છે.

બેઠકમાં ધારાસભ્ય રાઘવજી પટેલે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો કે જેમાં કાલાવડ, ફલ્લા રોડનું કામ ઝડપથી થાય તેમજ ગામના પીવાના પાણી પ્રશ્નો સૂચિત કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મૂળજીભાઇ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા, ડીએસપી પ્રદિપ સેજુલ, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી ખાચર, રાયજાદા, જી.જી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ નંદીનીબેન દેસાઇ તથા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તથા જુદી-જુદી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો