તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષી હથિયારબંધી જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષી હથિયારબંધી જાહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંઆગામી દિવસોમાં ચેટીચાંદ, ડો. બાબા સાહેબ આંબેડકર જયંતી, રામ નવમી, ગુડ ફ્રાઇડે જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઠક્કર દ્વારા જામનગર જિલ્લામાં તા.16 એપ્રિલના 24 કલાક સુધી હથિયારબંધી ફરમાવામાં આવી છે.

સમય દરમિયાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહીં, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહીં, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં, અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહી ગીતો ગાવા નહી. જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ મુજબ દંડની સજા ફરમાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો