તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • કાલાવડમાંરવિવારે પધારેલા દાઉદી વ્હોરા સમાજના વડા ડો.સૈયદના સાહેબનું અદકેરું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડમાંરવિવારે પધારેલા દાઉદી વ્હોરા સમાજના વડા ડો.સૈયદના સાહેબનું અદકેરું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાલાવડમાંરવિવારે પધારેલા દાઉદી વ્હોરા સમાજના વડા ડો.સૈયદના સાહેબનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો.સૈયદના સાહેબે ઇઝી મસ્જિદનું લોકાર્પણ કરી ભકતોના ઘેર પગલાં કર્યા હતાં. તેઓ સોમવારના જામનગરમાં પધરામણી કરશે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ ઉર્ષમાં હાજરી આપી મસ્જિદનું લોકાર્પણ કરશે. તેઓનું વ્હોરા સમાજના ભાઇઓ-બહેનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન બાદ ડો.સૈયદના સાહેબે વ્હોરાવાડમાં નવનિર્મિત ઇઝિ મસ્જિદનું લોકાર્પણ કરી વાએઝ ફરમાવી હતી. ત્યારબાદ પાંચેક ભકતોના ઘેર પધરામણી કરી હતી. ત્યારબાદ તેઓ ગનીપીર ગયા હતા. જ્યાં જીયાફતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાવડ રાત્રી રોકાણ કરી તેઓ સોમવારે જામનગર પધરામણી કરશે.

તેઓ મહાન ઓલિયા સૈયદના ઇસ્માઇલજી બદરૂદીન સાહેબનાં 353મા ઉર્ષ મુબારકમાં બે દિવસ હાજરી આપશે. ઉપરાંત તેઓ મુલ્લા મેડી વિસ્તારમાં બનાવાયેલી મસ્જિદનું લોકાર્પણ કરશે. ત્યાર પછી વાંકાનેર અને મોરબી થઇ અમદાવાદ જવા રવાના થશે.

આજે જામનગરમાં પધરામણી : મસ્જિદનું લોકાર્પણ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો