તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાપામાં પાપડ મેકિંગ તાલીમ અપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનજીક ધુંવાવમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન તથા ડીઆરડીએ દ્વારા એસબીઆઇઆર સેટીના તાલીમ ભવનમાં જામનગર પાસેના હાપા ગામની ગરીબ અને મજૂર વર્ગની 27 લાભાર્થી બહેનો માટે દિવસનો એક પાપડ મેકિંગ તાલીમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓ જોડાઇને હોશભેર પોતાની કામગીરી રજૂ કરી હતી. તાલીમ દરમિયાન બહેનોને વિવિધ રમતો દ્વારા તાલીમની ઉપયોગિતા તથા સ્વનિર્ભર બનવા બેંકિગ તથા સરકારની વિવિધ યાેજનાઓની માહિતી આપવામાં આવી હતી. એસબીઆઇ, આરએસઇઆઇટીના માધ્યમથી ગરીબ અને નબળા વર્ગના લોકોને સ્વરોજગાર મેળવવા માટે પોતાનાે સાથ સહકાર આપતું રહેશે તથા વધુમાં વધુ આવા કાર્યક્રમો રજૂ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. બાદમાં બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ધુંવાવ શાખા મેનેજર રામાનંદી, એફએલસી કાઉન્સિલર ત્રિવેદી તથા વર્ગના સંચાલક નિતાબેન જોઇશર અને એચ.એન. ખીમસુરિયાની ઉપસ્થિતિમાં આર.સેટી ડાયરેકટર જગદીશચંદ્ર જી. પટેલ દ્વારા તમામ બહેનોને તાલીમો વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તાલીમને સફળ બનાવવા હાપા ગામના મહિલા વિણાબેન, હરીશભાઇ, નિતાબેન તથા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન જગદીશચંદ્ર જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો