તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીઓ કરી રહેલા પરીક્ષાર્થીઓએ પોતાના લક્ષ્યને સાધવા માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીઓ કરી રહેલા પરીક્ષાર્થીઓએ પોતાના લક્ષ્યને સાધવા માટે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીઓ કરી રહેલા પરીક્ષાર્થીઓએ પોતાના લક્ષ્યને સાધવા માટે સોશ્યલ મીડીયાનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઇએ તેવું જામનગરમાં યોજાયેલા સેમિનારમાં નિષ્ણાંતોએ પરીક્ષાર્થીઓને અપીલ કરી હતી. આઇ.ક્યુ.ટીમ અને ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા જીપીએસસીની તૈયારી કરી રહેલા પરીક્ષાર્થીઓ માટે તા.19ને રવિવારે જામનગરના ધનવંતરી ઓડિટોરીયમમાં વિનામુલ્યે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના અતિથી વિશેષપદે ઉપસ્થિત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળે પરીક્ષાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના હાવથી દૂર રહેવાનું કહીને ઉમેર્યું હતું કે, તમારા અભ્યાસકાળ દરમિયાનના પરિણામને ધ્યાને લેવાને બદલે હવેની પરીક્ષાનો કેવી રીતે સામનો કરવો, દરેક વિષય પર કેવી રીતે ધ્યાન કેન્દ્રીત કરવું તેમજ દેશ દુનિયામાં પ્રવર્તમાન સમયમાં બનતી ઘટનાઓથી વાકેફ રહી પરીક્ષા માટે સજ્જ બનવા માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારના મુખ્ય વક્તાઓ પૈકિ ધર્મેશભાઇ પીઠવાએ જણાવ્યું હતું કે, પરીક્ષાને ટેન્શન તરીકે લેવાને બદલે તેમાં રૂચી જગાવવાથી યાદ શક્તિ વધશે, તેમજ પરીક્ષાનું લક્ષ્ય દૂર થઇ જાય નહી તે માટે સોશ્યલ મિડીયાનો બિન જરૂરી ઉપયોગ ટાળવો જોઇએ, અભ્યાસ હોઇ કે અન્ય કોઇ કામ તેની ચિંતા કરવાને બદલે તેમાં રૂચી જગાવવામાં આવે તો સફળતાની શક્યતા વધી જાય છે. અન્ય એક વક્તા સંજીવ શર્માએ જીપીએસસીની નવી ગાઇડ લાઇન અંગે વિગતો આપી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આઇ.ક્યુ ટીમના મુખ્ય સંયોજક યુવરાજસિંહ જાડેજાએ સેમિનારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડતાં જણાવ્યું હતું કે, જીવનના દરેક તબ્બકે પડકાર આવતા હોય છે અને મહતમ પડકારને માનવી સફળતાથી પાર પાડતો હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાની વાત હોય કે કેરિયરનો મુદ્દો હોઇ વ્યક્તિએ તેની ભુમિકા સ્પષ્ટ કરી નક્કી કરેલા પરિણામ મેળવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઇએ. સંચાલન અનિલભાઇ મહેતાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો