તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલારમાં દારૂના દરોડામાં મહિલા સહિત 5 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઅને દ્વારકા એલસીબી દ્વારા જુદા-જુદા સ્થળોંએ દેશી દારૂ અંગે દરોડા પાડીને આથો, દારૂ, વાહનો સહિતનો જંગી મુદામાલ કબજે કર્યો હતો, ધ્રોલમાં દરોડા વખતે મહિલા સહિત બેને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાડલીની સીમમાંથી પણ બે આરોપીને એલસીબીએ પકડી પાડ્યા હતા. અને બે નાસી છુટ્યા હતા.

ધ્રોલ વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગાયત્રીનગરમાં રહેતી રાણીબેન સુમત ડફેરને 70 લિટર કાચો આથો સાથે પકડી લીધી હતી, જ્યારે ચામુંડા પ્લોટમાં રહેતા સલીમ ઓસ્માણ મકવાણાને ત્યાં દરોડો પડી 25 લિટર દારૂ પકડી પાડ્યો હતો.

બીજા દરોડામાં દ્વારકા એલસીબીએ પાડલીની આથમણી સીમમાં ખારા વિસ્તારના સરકારી ખરાબામાં દેશી દારૂની ચાલતી વિશાળ ભઠ્ઠી પકડી પાડી હતી.આ સ્થળેથી બાર ટાંકીઓમાં દસ હજાર લિટર દેશીદારૂ બનાવવાનો આથો, ચાર પતરાના બેરલમાં 800 લિટર ગરમ આથો ઉપરાંત દેશી દારૂ ગાળવાના સાધનો,ઇલેક્ટ્રિક મોટર તેમજ 1 મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, અને અભેસંગ થોભણભા નાયાણી અને રાજભા અભેસંગ નાયાણીની ધરપકડ કરી હતી, જ્યારે થોભણભા બાલાભા નાયાણી અને જીતુભા કેશુભા નાયાણી ફરાર થઇ ગયા હતા.

એલસીબી દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ

જ્યારે 2 આરોપી ભાગી જવામાં સફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો