તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • રાસંગપરમાં ઝેરી સર્પદંશથી સાત વર્ષની બાળાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાસંગપરમાં ઝેરી સર્પદંશથી સાત વર્ષની બાળાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરતથા દ્વારકા જિલ્લામાં વધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ દફતરે નોધાયા છે. લાલપુર તાલુકાના રાસંગપરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 7 વર્ષની બાળા તેના ઘરે સૂતી હતી ત્યારે અચાનક એક સર્પેદંશ મારતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાસંગપરમાં રહેતા શ્રમજીવી ઘનાભાઈ બાબુભાઈ થોરિયાની 7 વર્ષની પુત્રી ઈશા તેના ઘરે સૂતી હતી ત્યારે ઝેરી સર્પે દંશ મારતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં શહેરના નવાગામ ઘેડ એસી ક્વાર્ટર પાછળ ડાભી ફળીમાં રહેતા 69 વર્ષીય લાલજીભાઈ તુલસીભાઈ ડાભી નામના વૃદ્ધ તેના ઘરે એકાએક પડી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મીઠાપુર તાબેના સૂરજકરાડીમાં રહેતા મેપાભાઈ મંગાભાઈ બથવારની 18 વર્ષની પુત્રી રાણીબેન ઈલે. સ્વિચ બોર્ડને અડકતાં તેને વીજશોક લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. કલ્યાણપુર તાલુકા માલેતા ગામમાં રહેતા આદિવાસી ભીલ ભદુભાઈ સુરપાલભાઈ ભૂરિયાની તેર વર્ષની પુત્રી લીલાબેનને પણ ઇલેક્ટ્રિક શોક લાગતાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

હાલારમાં વધુ ચાર અપમૃત્યુના બનાવ

સૂરજકરાડી, કલ્યાણપુરમાં વીજશોકથી બે મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો