તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેડીમાં રોડ-પાણી, ગટરની પ્રાથમિક સુવિધાનો અભાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાવોર્ડનં 1ના બેડી જોડીયા ભુંગા બોન્ડમીલ, ગરીબનગર, એકડેએકશા બાપુ તેમજ બેડીના નિચાણવાળા વિસ્તારોમાં રોડ, પાણી, ગટરની પ્રાથમિક સુવિધા હોય જન આરોગ્ય અને જાનમાલ સાથે ચેડા થતા હોય વિસ્તારના નાગરીકો વતી એડવોકેટ હારૂન પલેજાએ કમિશનરને રજૂઆત કરી છે.

બેડી વિસ્તારમાં વિકાસના અને ભૂગર્ભ ગટર યોજનાના નામે મેઇન પાકા રસ્તા તોડી નાંખીને તે રસ્તાઓ રીપેર કરાતા નથી અને લોકો તે પાણીની પાઇપ લાઇનના ખાડાઓ તથા ભૂગર્ભ ગટરના કામો અત્યંત ઇજનેરી કુશળતાના અભાવ વગર ફકત અને ફકત કોર્પોરેશનના નાણાનો દુર ઉપયોગ કરવામાં આવી રહયો છે.વધૂમાં જણાવ્યું છે કે,26 લાખ રૂપિયાના ખર્ચાઓ જે ગટરના પાઇપો નાખવામાં આવ્યા છે ત્યાં બેડીનો રેલ્વે ટ્રેક છે.

રેલવે ટ્રેક નીચેની જમીન પરથી અડધા ફુટ લેવલ પર હોય અને તેમાંથી કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થતો હોવા છતાં બેડી, બેડેશ્વર વિસ્તારનો ગંદા પાણી ખારી વિસ્તાર,થરી વિસ્તાર,ઇમામે આલમ ચોક,ઇમામે કાસમી ચોક,ફારૂકે આલમ ચોકમાં ખુલ્લા છોડી દેવાથી તે વિસ્તારમાં ત્રણથી ચાર એકરમાં ગંદા પાણીના તળાવો તે વિસ્તારના લોકોને આરોગ્ય સુખાકારી સાથે સીધો ખેલ કરવામાં આવી રહ્યો છે.

વોર્ડ નં.1ના વિસ્તારો સમસ્યાઓથી ઘેરાયેલા

એડવોકેટ દ્વારા કમિશનરને રજૂઅાત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો