તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેડની પેઢી સામે રૂ.53.41 કરોડની વેટચોરીની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાદરેડ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રેડિંગનું કામ કરતી પેઢીએ છેલ્લા પાંચ વર્ષમાં વાણિજય વેરા પેટે ચૂકવવાની થતી રૂપિયા 53.41 કરોડની રકમ નહીં ચૂકવીને મૂલ્યવર્ધિત વેરા કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ દફતરે ફરિયાદ નોધાતા ચકચાર મચી છે.કરોડો રૂપિયાના વેટચોરીની કૌભાંડ અંગે નોધાયેલી ફરિયાદ બાદ અમુક શખ્સો જે વેટ ચોરી કરી રહ્યા છે તેમના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ પણ દોડતા થયા છે.

જામનગરના જીઆઈડીસી ફેસ-2માં આવેલી છાયાબેન અજયકુમાર સગરના નામની મહાવીર ટ્રેડિંગ પેઢીએ વર્ષ 2011 થી આજ દિવસ સુધી વેપાર-ધંધો કરી સરકારને ચૂકવવાની થતી મૂલ્યવર્ધિત વેરાની રકમ ચૂકવી હતી.સતત પાંચ વર્ષ સુધી પેઢી દ્વારા વેચાણવેરા કમિશનર રાજકોટની કચેરી દ્વારા અવાર-નવાર નોટિસો મોકલવા છતાં તેનો અનાદર કરી કોઈ પ્રતિયુતર પાઠવ્યો હતો કે કોઈ રૂપિયા ચુકવ્યા હતા જેથી જામનગર જિલ્લા સેવાસદન-2માં સહાયક વાણિજયક વેરા કમિશ્નરની કચેરી ઘટક-99ના કર્મચારી મનસુખભાઈ છગનભાઈ કુલતરિયાએ પેઢી ધારક મહિલા સામે આજ દિવસ સુધી નહીં ચૂકવેલી વેટની રૂપિયા 53.41.16.400ની વ્યાજ સહીતની રકમ નહીં ચૂકવવા બદલ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા બિઝનેસ વુમન સામે વેટ અધિનિયમ-2003ની ધારા 85(1)(4) મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ નોંધાતા વેટ ચોરોમાં ફ્ફડાટ ફેલાયો

પાંચ વર્ષ સુધી એક પણ રૂપિયો સરકારને આપ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો