તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • કચરા નિકાલ અને સ્મશાન વોલ માટેનો ખર્ચ પણ મંજૂર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરા નિકાલ અને સ્મશાન વોલ માટેનો ખર્ચ પણ મંજૂર કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોટરવર્કસે અઠવાડિયામાં ઝીણા-મોટા કામ માટે 2 લાખનું પાણી કર્યું

મનપાએ રોશની માટે ~ 8.8 લાખ વાપર્યા

જામનગરમનપાની સ્ટેન્ડિંગ કમિટીએ વધુ બે વિકાસ ખર્ચ મંજૂર કર્યા છે, પરંતુ બીજી તરફ જાણ માટે રજુ થતા અઠવાડીક ખર્ચાની સમીક્ષા કરતા જંગી ખર્ચ થયાનું સામે આવ્યું છે જેમાં લાઇટ શાખાએ ફુવારા રીપેરીંગ અને રોશનીના ઝગમગાટ કરવા રૂપિયા 8.8 લાખ વાપર્યા તો વોટર વર્કસ દ્વારા જીણા મોટા 2 લાખના ખર્ચના પાણી કરાયા છે.

જિલ્લા આયોજન મંડળની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ગ્રાંટ અન્વયે વોર્ડ નં. 2માં મોમાઇનગર વિસ્તારમાં મોમાઇનગર મહેશ્વરી મેઘવાર સાર્વજનિક સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ માટે સ્ટેન્ડિંગ કમિટીએ રૂ અઢી લાખનો ખર્ચ મંજૂર કર્યો છે.

જયારે જામનગર મનપાને સંલગ્ન જાડા અને નગરસીમ વિસ્તારમાંથી ઓપન પોઇન્ટ તેમજ લોકેશન ઉપર એકત્ર થયેલા કચરાને ટ્રેલર, ટ્રેક્ટર કે વાહનમાં ભરી તાલપત્રીથી ઢાંકી કચરા નિકાલ કરવા માટેનું ટેન્ડર શરત મુજબ થાય તે માટે રૂ.21 લાખ 95 હજારનો ખર્ચ મંજૂર કરાયો છે.

બીજી તરફ જાણ માટે રજુ થતા જુદી-જુદી શાખાના ખર્ચના આંકડાઓની સમીક્ષા કરતા સામો આવ્યું છે કે,લાઇટ શાખાએ ફુવારાના રીપેરીંગ, તહેવારોમાં લાઇટીંગ વ્યવસ્થા, વીજ પોલ અને વીજગાળાના ખર્ચ, વીજ કનેકશન, ડેકોરેશન કરવું વગેરે માટે મળીને એક સપ્તાહમાં રૂ. 8,81,178નો ખર્ચ કર્યો છે.

જ્યારે વોટર વર્કસ વિભાગે લેબ ટેસ્ટીંગ, એન્જીનિયરોના ભાડા ભથ્થા,મીટર ફીટીંગ,પંપ ફીટીગ વગેરે માટે સપ્તાહમાં રૂપિયા 2 લાખનું પાણી કર્યુ છે તો વળી ચોમાસા દરમિયાન જેસીબી ભાડે રાખવાનું ખર્ચ રૂ. 1 લાખ થયું છે, સ્વતંત્રતા દિવસની ઉજવણીના સ્થળે મેટર મોરમ પાથરવાનું ખર્ચ રૂ. 50 હજાર થયું છે.

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ ખર્ચાઓ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ખર્ચાઓ બાદ તેનો બહુજન હિતાય બહુજન સુખાય માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. આમ કરવાથી સાચું સુખ લોકોને મળી શકશે.

~ 5580ના પુસ્તકો ખરીદાયા

મનપાનીકાયદા શાખાએ રૂ. 5580ની કિંમતના પુસ્તકો ખરીદ્યા તો વળી આઇસીડીએસ શાખાએ રૂ. 118575ની કિમતના કબાટ ખરીદ્યા છે તો વળી પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાએ મહત્વના પ્રોજેકટોની રૂ. 56000ના ખર્ચે ફોટોગ્રાફી કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો