તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં માત્ર 65 ટકા વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલારમાંચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીની દસ તાલુકાની સરેરાશ ગણીએ તો 58 ટકા વરસાદ થઇ ગયો છે જો કે 950 મીમીની સરેરાશ ગણીએ તો 65 ટકા જેટલો વરસાદ ગણાય છે અને ઉપરાંત જળાશયોમાં 62 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ગત વર્ષે મોસમનો કુલ વરસાદ માત્ર 46 ટકા હતો તેના બદલે અત્યાર સુધીમાં 65 ટકાથી વધુ વરસાદ થયો વળી સરેરાશ 575 મીમી એટલે કે 23-23 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકા મથકોએ પડી ગયો છે અને ગત વર્ષ કરતા 19 ટકા વધુ વરસાદ થઇ ગયો છે.

હાલાર પંથકમાં 8 ડેમ ઓવરફ્લો

જામનગરઅને દ્વારકા જિલ્લામાં મળીને નાના-મોટા 40 ડેમોમાંથી આઠ ડેમ તો ઓવરફલો થઇ ગયા છે તથા 14 ડેમોમાં 70 ટકાથી માંડી 95 ટકા જેટલું પાણી એકઠુ થઇ ગયું છે ગત વર્ષે જળાશયોમાં માત્ર 30 ટકા પાણી આવ્યું હતું વખતે સરેરાશ 62 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે માત્ર સીધણી,ગઢકી જેમાં 9 નાના ડેમો હાલ ખાલી છે વળી વરસાદી સીઝન શરૂ હોય હજુ પાણીની આવકની શકયતા છે.ઓવરફલો તેમજ સંપૂર્ણ ભરાયેલા ડેમોમાં ફુલઝર-2, રૂપાવટી, સસોઇ, પન્ના, ફુલઝર-1, વોડીસાંગ,વર્તુ-1 અને ઉમીયા સાગરનો સમાવેશ થાય છે.

શહેર વરસાદ-2016 વરસાદ-2015 વરસાદ-2014

જામનગર315322 367

ધ્રોલ971441 408

લાલપુર557368 297

કાલાવડ570569 481

જામજોધપુર673569 511

ખંભાળિયા894423 507

ભાણવડ628459 608

દ્વારકા330462 891

કલ્યાણપુર367310 570

કુલ57564645 5399

સરેરાશ575.6464.5 539

ટકાવારી65%46% 56%

હજુ પણ વરસાદની તાતી જરૂરિયાત

હાલારપંથકમાં અને સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે ખૂબ ઓછો વરસાદ થયો હોય જગતનો તાત ચિંતામાં મૂકાઇ ગયો હતો, ચાલુ વર્ષે પણ જોઇએ તેટલો વરસાદ થતાં ખેડૂતો પાણીની ચિંતામાં હજુ પણ જોવા મળી રહ્યા છે, સ્થિતિની અંદર હજુ પણ ધોધમાર વરસાદ થાય અને તમામ જળાશયો ઓવરફ્લો થઇ જાય, જેની તાતી જરૂરિયાત સૌરાષ્ટ્રના ગામેગામમાં જોવા મળી રહી છે.

છેલ્લાં 3 વર્ષના વરસાદના આંકડા

હજુ પણ વરસાદની સંભાવનાઓ વચ્ચે જળાશયોમાં 62 ટકા પાણીનો જથ્થો

વર્ષ 2015માં મોસમનો કુલ વરસાદ માત્ર 46 ટકા જેટલો નોંધાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો