તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન સંબંધિત દસ્તાવેજો ગુમ થઇ જતાં લોકોમાં ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલપુર મામલતદાર કચેરીના કાગળોને પણ હવે પગ આવ્યા

જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરાઇ

લાલપુરમામલતદાર કચેરીમાં આરટીઆઇ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર માહિતી અધિકારીએ કાગળો મળી આવતા નથી તેમ લેખિત જવાબ આપતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા અરજદારે કલેક્ટરને ફરિયાદ કરી છે.

લાલપુરના વડપાંચસરાના નાગજીભાઇ મુંધવાએ લાલપુરની મામલતદાર કચેરીમાં વડપાંચસરાની જમીન અંગે આરટીઆઇ હેઠળ માહિતી માગી હતી. આરટીઆઇના જવાબમાં મામલતદાર કચેરીના જાહેર માહીતી અધિકારીએ જણાવ્યું છે કે, તા. 4 જુલાઇની અરજી અન્વયે તપાસ કરતા વડપાંચસરા ગામની હુકમ નોંધ 1220 તા. 27 જાન્યુ. 2008ના દાખલ અને તા. 10 જુન 2008ના પ્રમાણિત થઇ છે.આ નોંધ ગામની પ્રમોલગેશનની નોંધ છે નોંધ નં.1235 વેચાણની નોંધ તા. 3 જુલાઇ 2008ના દાખલ અને તા. 6 ઓગસ્ટ 2008ના રદ કરી છે જેના કામના કાગળો શોધતા મળી આવતા નથી. ખરી હકીકતે જાણકારી મુજબ ગામ નમુના નં. 6ની નોંધના કાગળો કાયમી સ્વરૂપે રેકર્ડમાં સાચવી રાખવાના હોય છે,

પરંતુ હાલમાં લાલપુર મામલતદાર કચેરીમાં મુજબના નોંધના કાગળો મળી આવતા નથી તો તે બાબતે જરૂરી તપાસ કરાવા તથા આવી રીતે અન્ય કયા-કયા ગામની નોંધના કાગળોની જાળવણી કે સાચવણી કરવામાં આવી નથી તે બાબતે જરૂરી તપાસ કરવા તેમજ ઉકત જણાવ્યા મુજબની વડપાંચસરાની ગામ નમુના નં. 6ની નોંધ નં. 1220 તનથા 1235 ના રેકર્ડને યોગ્ય રીતે સાચવી રાખવાની જે અધિકારી, કર્મચારીની જવાબદારી હોય અને જેઓએ વડપાંચસરા ગામની ગામ નમુના નં. 6 નોંધ નં. 1220 તથા 1235ની રેકર્ડની જાળવણી-સાચવણી કરવામાં બેદરકારી દાખવી હોય તે તમામ સામે ધોરણસર પગલા લેવા અરજદારે કલેકટરને ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો