તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • 100 કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધારના આગોતરા રદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

100 કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધારના આગોતરા રદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેરના ચકચારી બનેલા રૂપિયા 100 કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં સ્થાનિક અદાલતથી લઈને હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમકોર્ટ સુધી ઐતિહાસિક કાનૂની જંગ ખેલાયો હતો.તમામ તબક્કાઓમાં મુખ્ય ફરિયાદી વી.પી.મહેતા તથા તેમના વકીલ કિરીટ એચ.જોશી સહિતની ટીમનો હાથ ઉપર રહ્યો હતો.બીજી તરફ મુખ્ય આરોપી જયેશ પટેલ અને તેની ટોળકીને કારમી પછડાટ મળી હતી.આ કેસમાં વધુ એક ચર્ચાનો વિષય આવ્યો છે. કારણકે કેસને સુસંગત નોધાયેલા અન્ય એક ફરિયાદના કેસમાં ભૂમાફિયા જયેશ પટેલને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કરી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચુકાદામાં એડી. સેસન્સ જજ સી.કે.ચૌહાણે એવી માર્મિક ટકોર કરી હતી કે કેસમાં આરોપી જયેશ પટેલના આગોતરા જામીન કેન્સલ કરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી.

મોબાઇલ લૂંટ અને પુરાવાના નાશ સબંધે જયેશની ટોળકી સામે આઇપીસી કલમ 120(બી), 452, 392, 201 મુજબ ગુનો નોધાયો હતો કેસમાં સો કરોડની જમીનના મુખ્ય આરોપી એવા ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી શરતો સાથે મંજૂર કરવામાં આવી હતી.અને અદાલતે જયેશને ચોક્કસ તારીખે પોલીસ મથકમાં હાજર થવાની શરતે જામીન આપ્યા હતા.સો કરોડના જમીનના કેસમાં ભાગેડુ જયેશ પટેલ પોલીસ સમક્ષ હાજર થતાં સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરવામાં આવ્યા હતા અને જામીન રદ કરવા સરકારી વકીલ બિમલ ચોટાઈ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં લાંબા સમયથી ચાલતાં 100 કરોડના જમીન કૌભાંડ ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય આરોપી જયેશ સામે જમીનના ખોટા દસ્તાવેજો કરી છેતરપીંડી કરવા અંગેના અનેક ગુનાઓ નોંધાયા છે. ત્યારે 100 કરોડના જમીન કાૈભાંડમાં તેના આગોતરા જામીન રદ થતાં પોલીસ માટે હવે ધરપકડના દ્વાર ખુલ્લા થયા છે. જોકે જયેશ સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી.

જામનગરના ચકચારી જમીન કૌભાંડમાં વધુ એક વળાંક

અગાઉ આપેલા શરતી જામીન પણ રદ કરવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો