તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની અપહૃત બાળા સોમનાથમાંથી મળી આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટીખાવડીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં રહેતા એક મજૂર પરિવારની સગીર પુત્રી ગત તા.3ના રોજ ગાયબ થયાની ઘટના બાદ બાળા સોમનાથના રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. માતા ઘરની બહાર નીકળવા દેતી હોય તે ભાગી ગઈ હોવાનું પોલીસને બયાન આપ્યું હતું. ત્યારે બાળાની માતાને ફોન કરનાર શખ્સને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે.

મોટી ખાવડીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં રહેતા મજૂર પરિવારની દીકરી ગત તા.3ના સવારના 12 વાગ્યાની ગાયબ થઈ ગઈ હતી. દરમિયાનમાં તેણીની સમગ્ર સ્થળ પર તથા સગા-સબંધીને ત્યાં તપાસ કર્યા બાદ પણ તેનો પત્તો લાગતા અંતે પોલીસની મદદ લેવાઇ હતી.

દરમિયાનમાં સગીરાના માતાને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે સગીરાના માતાએ નાની ખાવડીના શખ્સ સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો.

મેઘપર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અને સગીરા ગીર સાેમનાથના રેલવે સ્ટેશન પર હોવાનું જાણવા મળતા તેણીની માતાને સાથે રાખી તુરંત ત્યાં પહોંચી હતી અને સગીરાનો કબજો મેળવ્યો હતો.

અને તેનું નિવેદન લેવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, તેણીને તેના માતા બહાર હરવા-ફરવા દેતાં હોવાથી તે પોતાની મેળે ત્યાં ચાલી ગઇ હતી, માતાને ફોન કરનાર શખ્સને પોલીસે નોતરું મોકલ્યું છે.

ફોન કરનાર શકદારને પોલીસે નોતરું મોકલ્યું

માતા બહાર નીકળવા દેતી નહોતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો