આવારા તત્ત્વોની દાદાગીરીનો એક બનાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની યુવતીનો રસ્તામાં હાથ પકડી અભદ્ર માગણી કરી


જામનગરમાંહાલ મહિલાને સુરક્ષાને લઈ સવાલો ઉઠતાં હોય તેમ હાલ રાજકોટથી જામનગર આવેલી એક યુવતીને નવાગામઘેડમાં રહેતા એક શખ્સે રસ્તામાં રોકી અને હાથ પકડી અભદ્ર માંગણી કરી હતી બનાવથી ગભરાયેલી યુવતીએ અંગેની જાણ પરિવારજનોને કરતાં તેમના દ્વારા પોલીસને જાણ કરી અને શખ્સ સામે વિધિવત ગુનો નોધવવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોધી અને શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

જામનગરના નવાગામઘેડ વિસ્તારમાં સબંધીને ત્યાં રોકવા આવેલી રાજકોટના શાપર વેરાવળના શાંતિધામ સોસાયટીમાં બ્લોક નં. બી/155માં રહેતી મિતલબેન કાંતિલાલ રાઠોડ નામની યુવતી તેમની બહેનપણી સાથે મંગળવારે રાત્રિના નવાગામઘેડમાં પાણિપુરી ખાવા ગઈ હતી અને પરત ઘર તરફ જઈ રહી હતી ત્યારે નવાગામઘેડમાં રહેતા સચિનભાઈ કિશોરભાઈ નામનો શખ્સ બાઇક પર ધસી આવ્યો હતો અને યુવતીને રોકી અને જાહેરમાં તેણીનો હાથ પકડી અને અભદ્ર માંગણી કરી હતી.

આથી ગભરાયેલી યુવતીએ ઘરે આવી તેમના પરિવારજનો વાત કરતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. અને સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનએ જઈ અને શખ્સ સામે મિતલબેને ફરિયાદી બની અને આઇપીસી કલમ 354(1)(2) મુજબ ગુનો નોધાવ્યો હતો. આથી બનાવ અંગે પોલીસે શખ્સની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...