• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સેમેસ્ટર પધ્ધતિ નાબૂદ થઇ પરંતુ ત્રીજા, ચોથા સેમેસ્ટર અંગે પ્રશ્ન

સેમેસ્ટર પધ્ધતિ નાબૂદ થઇ પરંતુ ત્રીજા, ચોથા સેમેસ્ટર અંગે પ્રશ્ન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
12 વિ. પ્ર. ના છાત્રો મૂંઝવણમાં


રાજયસરકારે તાજેતરમાં ધો. 9 થી 12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ રદ કરી છે અને જુની પધ્ધતિ મુજબ અભ્યાસ કરાવવા તથા પરીક્ષા લેવાની જાહેરાત કરી છે ત્યારે હાલ જે વિદ્યાર્થીઓ ધો. 12 સાયન્સમાં છે તેમને નુકશાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે અને ત્રીજા તથા ચોથા સેમેસ્ટર તથા પરીક્ષાના અવઢવમાં હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંજાય છે કેમ કે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12માં એકા એક કોઇપણ જાતની પૂર્વ તૈયારી વગર સેમેસ્ટર પધ્ધતિ બંધ કરવાની જાહેરાત કરતા હાલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ ધો. 11માં બે સેમેસ્ટરમાં સારા રેન્ક પાસ થયા હોય.

જયારે ધો. 12માં સીધી જુની પધ્ધતિથી વાર્ષિક પરીક્ષા કઇ રીતે લેવામાં આવશે ધો. 11ના પ્રથમ બે સેમેસ્ટરનું પરીણામ કઇ રીતે જાહેર કરવામાં આવશે અને નીટની પરીક્ષા ફરજીયાત બની ગઇ છે ત્યારે તેનો અભ્યાસક્રમ કેવા પ્રકારનો રહેશે વગેરે પ્રશ્નો હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિતાનો વિષય બની ગયો છે અંગે શિક્ષણ વિભાગ અને સરકારના જવાબદાર મંત્રીઓ તરફથી હજુ કોઇ સંતોષ કારક ખુલાસો કરવામાં આવ્યો હોય, શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું હોય સરકારી તંત્ર શાળા પ્રવેશોત્સવના નાટકો ભજવવામાં વ્યસ્ત હોય, ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હીત માટે અંગે વહેલી તકે ખુલાસો કરવાની માંગણી શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઇ વાળાએ કરી છે.

2011માંની પધ્ધતિથી પરીક્ષા લેવાઇ હતી

વર્ષ2011થી જયારે ધો. 11-12 સાયન્સમાં ચાર સેમેસ્ટર દાખલ કરાયા હતાં ત્યારે ધો. 12માં જે વિદ્યાર્થીઓ હતા તેમની પરીક્ષા જુની પધ્ધતિથી લેવાઇ હતી માટે તે વખતની જેમ વખતે પણ ધો. 12 સાયન્સમાં રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા સેમેસ્ટર પધ્ધતિથી લેવાય તો વિદ્યાર્થીઓને નુકશાન જાય અંગે વિદ્યાર્થીઓ વાલીઓમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...