• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં સો વર્ષ પહેલાનું પ્રાચીન પંચેશ્વર મહાદેવ મંદિર

જામનગરમાં સો વર્ષ પહેલાનું પ્રાચીન પંચેશ્વર મહાદેવ મંદિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર છોટીકાશી તરીકે ઓળખાય છે કેમ કે, અનેક પૌરાણિક શિવ મંદિરો શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં છે. જેમાંનું પંચેશ્વર મહાદેવ મંદિર 100 વર્ષ પહેલાનું પૌરાણિક મંદિર છે. મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન જુદા-જુદા દર્શનો તથા શૃંણગાર સહિતના કાર્યક્રમો યાેજાઇ છે અને ભકતો શ્રાવણ સહિતના દિવસોમાં શિવજીની પૂજા-અર્ચના કરવા સવારથી રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં જોડાતા હોય છે.

શહેરમાં પંચેશ્વર ટાવર પાસે શ્રીમાળી સામવેદી શાખા ટ્રસ્ટ સંચાલિત પંચેશ્વર મહાદેવ મંદિર 100 વર્ષ પહેલાનું પૌરાણિક મંદિર છે. મંદિરના નામ પરથી વિસ્તારનું નામ રાખવામાં આવ્યું છે તેમ મંદિર સંચાલકો દ્વારા જણાવાયું છે. મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન જુદા-જુદા દર્શન તથા થાળ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. ઉપરાંત શિવરાત્રીમાં અલગ-અલગ કાર્યક્રમો તથા રામનવમી, જન્માષ્ટમી સહિતના આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...