જામનગરમાં બે દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર તથા જિલ્લામાં તસ્કારોના આતંક અવિરત રહેતા હોય છે. તસ્કરો હાથફેરો કરી હજારોથી લઇ લાખોની કિંમતની માલમતા ઉસાડી રફુચકકર થઇ જતા હોય છે. શહેરમાં બે દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કરતા ફરિયાદ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોની તરખાટ જોવા મળી રહ્યો છે. જેમાં વધુ બે દુકાનોને નિશાન બનાવી ચોરી કરાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જામનગરમાં બેડેશ્વરમાં પૃથ્વીરાજસિંહ ગોહીલની ફરસાણની દુકાનમાં અજાણ્યા તસ્કોરોએ પ્રવેશ કરી કાઉન્ટરમાંથી રૂ.250 તથા દુકાનમાં રખાયેલા સી.સી.ટી.વી કેમેરાના રેકોર્ડીંગનું ડી.વી.આર સહીત કુલ રૂ.10,250 ના મતાની ચોરી કરી ગયા હતાં.

જયારે બીજા બનાવમાં શહેરના વાલસુરા રોડ પર નિલેશ વેકરીયા નામના વેપારીની દુધની ડેરીમાંથી અજાણ્યા તસ્કરો રોકડ રૂ.1200 ના મતાની ચોરી ગયાનું પોલીસ સ્ટેશનમાં નોંધાયું છે.પોલીસે અજાણ્યા શખ્સોને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...