• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મહાભારત કાળથી મહત્ત્વ ધરાવતું ગોપ ડુંગર પર આવેલુ ગોપેશ્વર મહાદેવ મંદિર

મહાભારત કાળથી મહત્ત્વ ધરાવતું ગોપ ડુંગર પર આવેલુ ગોપેશ્વર મહાદેવ મંદિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરિજલ્લો શિવ મંદિરો માટે પ્રખ્યાત છે તેમાં ગ્રામ્ય પંથકમાં હજારો વર્ષ જુના િશવાલયો છે જેમાં ગોપના ડુંગર પર બિરાજમાન ગોપનાથ મહાદેવનું મંદિર પુરાણ પ્રસિધ્ધ પાંચ હજાર વર્ષ જુનુ છે.

ઐતિહાસિક શિવલીંગ આવેલું છે અહીં એક રાક્ષસ રહેતો હતો જેણે ગોપીઓને સોળ હજાર એકસોને ગોપનાથ પાસે આવેલ ઝીણાવારી ગામ પાસે કેદ કરી હતી ગોપીઓએ તેમને છોડાવવા માટે શ્રીકૃષ્ણને સંદેશો મોકલતા શ્રીકૃષ્ણએ અહી આવીને રાક્ષસનો વધ કરી ગોપીઓને મુકત કરેલી રાક્ષસ પાસે વર્ષોથી કેદ ગોપીઓની પવિત્રતા પ્રત્યે શંકા ના થાય તે માટે શ્રીકૃષ્ણએ તેને પોતાનું નામ આપેલું જે પછી બધા ગોપ લોકો ગોપીઓ સાથે શ્રીકૃષ્ણએ ગોપ ડુંગર પર ગોપનાથ મહાદેવનું મંદિર પાંચ હજારથી વધુ સમય પહેલા સ્થાપેલું છે જે આજેય ભવ્ય લાગે છે.

ગોપનાથ મંદિરે જવા પગથીયા હતાં પણ ડુંગર ઉંચો હોય ત્યાં લોકો પહોચી શકવામાં પરેશાન થતાં હોય મંદિરના હાલના મહંત દ્વારા લોક સહયોગથી સરકારની સહાય વગર ઉપર સુધી વાહન ચડી જાય તેવો રસ્તો બનાવ્યો છે. મંદીર પાસે ભવ્ય મંદિરે આશ્રમ ચલાવતા ગુરૂઓની સમાધી છે તથા આવનાર ભકતોને જગ્યાના મહંત દ્વારા પ્રસાદી પણ અપાય છે.

કુંદરતીસૌંદર્ય

ગોપગામથીઉંચાઇ પર આવેલું છે ઉપરથી આહલાદક કુદરતી સૌંદર્ય દેખાય છે ચારે તરફ ઝરણા, ચેકડેમો દુર સુધી દેખાતા તળાવ, ડુંગરોનું સૌંદર્ય જોવાલાયક છે. ચોમાસામાં વાદળા ડુંગરને અડતા નીકળતા હોય તેવા દૃશ્યો પણ જોવા મળે છે.

શ્રીકૃષ્ણએ સ્થાપેલી ગોપનાથ મહાદેવ તસવીર- કુંજન રાડિયા

પાંચ હજાર વર્ષથી ગોપ ડુંગર પર બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ

અન્ય સમાચારો પણ છે...