સફાઇ કામદારોએ મનપા કચેરીને કરી તાળાબંધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમનપા સામે વિવિધ પ્રશ્નોને લઇ છેલ્લા 14 દિવસથી આંદોલન કરી રહેલા સફાઇ કામદારો અંતે ઉશ્કેરાયા હતા અને સોમવારે મનપા કચેરીને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો અને પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી.

મનપા કચેરીની સામે અખિલ ભારતિય સફાઇ મઝદૂર કોંગ્રેસ દ્વારા ગત તા.1 થી ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. મનપા દ્વારા કરાયેેલી બીટ માપણી અયોગ્ય છે તેમજ સફાઇ કામદારોની કાયમી ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભરતી કરી કૌભાંડ આચરવામાં આવે છે જે દૂર કરી સફાઇ કામદારોની ભરતી કરવાની માગ કરવામાં આવી રહી છે. સફાઇ કામદારનું ચાલું નોકરીએ મૃત્યું થતાં તેના વારસદારને નોકરી આપવામાં આવતી નથી જે બાબતે પણ કાર્યવાહી કરવા કામદારો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

સફાઇ કામદારોની માગનો મનપા દ્વારા ઉકેલ નહી લાવવામાં આવતાં ગત તા.1 થી સફાઇ કામદારો દ્વારા આંદોલ કરવામાં આવી રહ્યા છે. સોમવાર સવારે સફાઇ કામદારો રેલી સ્વરૂપે મહાનગર પાલિકા કચેરીએ ધસી ગયા હતા અને ચૌદ દિવસથી ચાલતાં આંદોલનને સમાપ્ત કરાવવા ઉચ્ચ અધિકારી દ્વારા કોઇ પ્રયાસ નહી થતાં રોષ બભુકી ઉઠ્યો હતો. સફાઇ કામદારોએ મહાનગર પાલિકા કચેરીના મુખ્ય ગેઇટને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો. તેમજ તંત્ર દ્વારા તાકીદે કોઇ યોગ્ય કાર્યવાહી નહી કરાઇ તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી. તાળાબંધીને પગલે પોલીસ દોડી ગઇ હતી અને દેખાવ કરી રહેલા કામદારોની અટકાયત કરી હતી.

છેલ્લા 14 દિવસથી ચાલતા આંદોલનનું પરિણામ આવતાં સફાઇ કર્મીમાં રોષ

અન્ય સમાચારો પણ છે...