જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમતા 14 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લા પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડી જુગાર રમી રહેલા 14 શખ્સોને દબોચી લીધા હતા. લાલપુરના ચોરબેડી ગામે રહેતા ભીમશી ગાગીયાના મકાનમાં જુગાર રમાઇ રહ્યાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલા ભીમશી ગાગીયા, પ્રકાશ ગોહેલ, કરશન વસરા, ગોવિંદ બંધીયા, કરણ મકવાણા અને લખમણ વાવરોટીયાને ઝડપી લઇ રોકડા રૂ.47500 કબજે કર્યા હતા. જુના નાગના ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ચંદુલાલ પંડ્યા અને રણછોડ નકુમને પકડી લઇ રોકડા રૂ.840 જપ્ત કર્યા હતા. જાયવામાં જુગટું રમી રહેલા રાજેશ ઝાલા, જગદીશ ઝાલા, સંજય સોલંકી, ચેતન રાણા, જગદીશ ચૌહાણ અને જેઠા ચાવડાને પકડી લઇ રોકડા રૂ.3820 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...