તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયો વેસ્ટનો કાયદો કચરા પેટીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામ્યુકોની કચરા પેટીઓમાં અને નીચે ઠેર-ઠેર સીંરીઝ-પાટા-પ્લાસ્ટર-ગોઝપીસ ઉડે છે

ભરત ભોગાયતા. જામનગર

જામનગરમાંઠેર-ઠેર દવાખાનાઓ અને હોસ્પિટલોના મોટાભાગના વેસ્ટ એટલે કે બાયો મેડીકલ વેસ્ટ-જૈવિક તબીબી કચરો આડેધડ ફેંકાય છે, ખરેખર માટેનો કાયદો છે અને તેના નિયમો છે પરંતુ જાણે તે કાયદાને કચરા પેટીમાં નાંખી દેવાયો હોય તેવી હાલત છે, ચિંતાની બાબત છે કે અત્યંત જોખમી બાબત છે, કેમ કે કચરામાંથી ઉડતી ગંધ, જંતુ અન્ય નાગરીકોને ગંભીર રોગ કરી શકે છે છતાંય તંત્રના જવાબદારો અંગે ગંભીરતા દાખવતા નથી અને કહેવાતું એક કલેકશન યુનિટ પણ ગમે ત્યાં આવેા વેસ્ટ ફેકી દે છે તેવી પણ ચર્ચા સાંભળૂવા મળે છે. જોકે ગત વર્ષ કરતા અંગે તંત્રના પગલાથી જાગૃતિ અને કાયદા પાલન વધ્યુ છે તેમ છતા આવા વેસ્ટના રીયુઝ થતા હોય કે અમુક વેસ્ટ વેચાતા હોય તેવા સનસનીખેજ આક્ષેપો અમુક કિસ્સામાં થાય છે નહી તો બાયોવેસ્ટ બન્યાના 48 કલાકમાં તેનું કલેકશન અને નાશ કરવાની પ્રક્રિયા થઇ જઇ જોઇએ પરંતુ ઘણી વખત તેમાં છુટછાટ લેવાય છે જેને જાણકારોએ ગેરકાયદેસર અને પર્યાવરણ માટે ગંભીર બાબત ગણાવી છે.

મીનીસ્ટ્રી ઓફ એનવાયરોનમેન્ટ એન્ડ ફોરેસ્ટના નોટીફીકેશન તા. ર૦-૭-૯૮ મુજબ બાયેા મેડીકલ વેસ્ટ રૂલ્સ અમલમાં આવ્યા છે, જે નિદાન, સારવાર, રસીકરણ, ઇન્જેકશન, લોહી ચઢાવવું, ઓપરેશન વગેરે દ્વારા બાયો મેડીકલ વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને લાગુ પડે છે જે દવાખાનું, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, વેકસીન સેન્ટર, પશુ દવાખાનું, પેથોલોજી લેબ વગેરેને લાગુ પડે છે કેમ કે કાયદા મુજબ આવા વેસ્ટ નિકાલ કરવામાં આવે તો વાતાવરણ બગડે અને લોકોને ગંભીર નુકસાન પહોચે છે.

જૈવિક કચરો કોને ગણવામાં આવે છે

હ્યુમનટીસ્યુ, ઓર્ગન, લોહી, લેબોરેટરી નમુનાના વેસ્ટ, નીડલ, સીરીઝ, બ્લડની કોથળીઓ, બ્લેડ, કેથેટર, ફલ્યુઇડ ટયુબ, સાઇવીસેટ, સ્કાલ પેલ્સ વગેરે જૈવિક કચરો છે.

કચરાઅને ગંદકી જેવા પ્રદૂષણથી રોગ થાય છે

માણસોમોટી સંખ્યામાં રોજબરોજ દુર્ગંધ, ડસ્ટ, કચરા, અસ્વચ્છતા, ગંદા પાણી, ગંદી જમીન સહિતના પ્રદુષિત વાતાવરણથી બિમાર પડી શકે છે તે રિપોર્ટ છે માટે આવા કચરાના નિકાલ યોગ્ય થતા પ્રદુષણ ફેલાય છે અને લોકોના આરોગ્ય જોખમાય છે.

જો બાળવો હોય તો ઇન્સીનરેટર જોઇએ જેમાં ૮૦૦ થી૧૦પ૦ જેટલી હાઇડીગ્રીમાં કચરો નાશ પામે, અન્ય કચરા સાથે નિકાલ કરવા, ઓથોરાઇઝેશન મેળવવું, સ્પેશીફીક રીતે કચરો હેન્ડલ કરવો જોઇએ. માટે ર્બોડ નિયુકિત એજન્સીના મેમ્બર થયાનું પ્રમાણપત્ર પ્રદૂષણ ર્બોડમાં રજૂ કરવું પડે છે. નહીં તો દંડ સહિતના પગલાં લેવાય છે. પ્રમાણપત્ર વર્ષે રીન્યુ થાય છે.

બાયો મેડિકલ વેસ્ટ નિકાલ પધ્ધતિ

કોર્પોરેશન પાસે પર્યાવરણ ઇજનેર નથી...!

જામનગરમહાનગરપાલિકા પાસે પર્યાવરણ ઇજનેર નથી..! માટે પ્રદુષણ અટકાવવા માટેની કામગીરી થઇ શકે તેમ નથી અત્યાર સુધી જે ઇજનેર હતા તેમની પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં બદલી થઇ છે ત્યાર બાદ કોઇની નિમણુંક થઇ નથી માટે શહેરમાં વધતી જતી અને બેફામ બનેલી બાયોવેસ્ટ જયા ત્યાં ફેકવાની ખતરારૂપ ગેરરીતિ અટકાવવા હાલ મહાપાલિકા દ્વારા કાર્યવાહી થતી નથી બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે કલીનીક, હોસ્પિટલ કે ડોકટરોએ આવા વેસ્ટના નિકાલ માટે ઓથોરાઇઝન લીધુ હોય તેની સામે પગલા લેવા નોટિસ ફટકારાવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

માત્ર 836 પાસે ઓથોરાઇઝેશન : 88ને નોટિસ

જન આરોગ્ય ઉપર ખતરો : નગરમાં દવાખાનાના અત્યંત જોખમી કચરા અંગે પણ સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી થઇ

અન્ય સમાચારો પણ છે...