ધ્રોલમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મેળો યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનાએમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ વિજ્ઞાનીઓ પ્રોત્સાહન પૂરું પાડવા અને વિદ્યાર્થિઓની વિજ્ઞાનમાં રુચિ અને શક્તિ ખીલે માટે ઉપયોગી સોપાન પૂરું પાડવા બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલાં પ્રાયોગિક વિજ્ઞાન નિદર્શન માટે વિજ્ઞાન અન્વેષણ મેળાનું આયોજન જામનગર જિલ્લા કલેક્ટર અને ઇસરોનાં સાયન્ટિસ્ટની ઉપસ્થિતિમાં કરાયું હતું. ચાઇલ્ડ સાયન્ટિસ્ટ બાળકો દ્વારા 500 હાથવગા સાધનો આધારિત વિજ્ઞાનનાં પ્રયોગો રજૂ કરાયાં હતાં. જેમાં 50 શાળાનાં 3500 વિદ્યાર્થીઓ 100 શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા બાળકોમાં શોધ અને સંશોધનની વૃતિ ખીલે વિજ્ઞાનમાં રુચિ ધરાવતા થાય અને વિજ્ઞાન આધારિત જીવન જીવે તેવા આશયથી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ અને સન ડે ફન ડે વિજ્ઞાન કોર્સ ચાલે છે. જે અન્વયે બાળકો સમગ્ર વર્ષ દરમિયાન કરેલી કામગીરીનું નિદર્શન કરવાના હેતુથી વિજ્ઞાન અન્વેષણ મેળાનું આયોજન કરાયું હતું. જામનગર જિલ્લા કલેક્ટર આર. જે. માંકડિયાના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે બાળકોને વિજ્ઞાની બનવા માટેના સોપાનો સમજાવ્યા હતાં. સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા અને પ્રોગ્રામ ઓફિસર સંજયભાઇ પંડયાએ કાર્યક્રમની પૂર્વભૂમિકા સમજાવી કાર્યક્રમને ત્રણ સેશનમાં વિભાજિત કર્યું હતું.

વિજ્ઞાન અન્વેષણ મેળાના પ્રથમ સેશનમાં બાળ વિજ્ઞાનીઓ દ્વારા 500 જેટલા હાથવગા સાધનો દ્વારા વિજ્ઞાનના અવનવા પ્રયોગો રજૂ કરાયા હતાં. જેનો 50 જેટલી શાળાના 3500 જેટલા વિદ્યાર્થીઓ 100 શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ નિદર્શનનો લાભ લીધો હતો. બીજા સેશનમાં સન ડે ફન ડેના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વિષયો પર 40 જેટલા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતાં અને હાજર રહેલા લોકોએ વખાણ્યા હતા.

વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ વિજ્ઞાન મેળાનો ભરપૂર લાભ લીધો

વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રુચિ અને શક્તિ ખીલે તે હેતુથી આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...