ચાર દિવસ બંધ રહેલા ઘરમાંથી 74 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંખોડિયાર કોલોનીમાં આવેલી આરામ કોલોનીમાં રહેતો એક પરિવાર ગત 26 તારીખના જામનગરથી સિક્કા લૌકિક ક્રિયામાં હાજરી આપવા ગયો હતો. દરમિયાન ચાર દિવસ બંધ રહેલા તેમના ઘરની અંદરથી સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડ રૂપિયા મળી કુલ રૂ. 74 હજારની મતા ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેની જાણ પરત ફરેલા પરિવારને થતાં તેમના દ્વારા પોલીસને જાણ કરી અને અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જામનગર ખોડિયાર કોલોનીમાં ન્યૂ આરામ કોલોની શેરી નં. 6માં રહેતા અશોકસિંહ અજીતસિંહ ચાવડાના સિક્કામાં રહેતા ક્રિષ્નાબા જાડેજાનું અવસાન થતાં ગત તા. 2ના તેઓ પરિવાર સાથે ઘર બંધ કરી ત્યાં ગયા હતાં. દરમિયાનમાં તેઓ ગત તા 2ના સાંજે પરત આવતા તેમના ઘરના તાળાં તૂટેલા જોવા મળ્યાં હતા. આથી અશોકસિંહ દ્વારા પોલીસને જાણ કરી ઘરની અંદર પ્રવેશ કરાતા ઘરની અંદરથી કોઇ ચોર ઇસમ ઘરનો હુંક તોડી તેમજ તાળુ તોડી ઘરની અંદર રૂમમા પ્રવેશ કરી ગોદરેજ નો કબાટ તેમજ લાકડા ના કબાટ કોઇ તીક્ષ્ણ હથિયાર વડે તોડી રૂ. 55 હજારના સોનાના દાગીના તથા રૂ. 11,500ના ચાંદીના દાગીના તેમજ 500 રૂપિયાની ઘડિયાળ તથા રોકડા રૂ. 7૦૦૦ મળી કુલ રૂ. 74૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યું હતું .

જામનગરમાં પરિવારના સભ્યો લૌકિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા

અન્ય સમાચારો પણ છે...