• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દૂધની વ્યવસાયિક પેઢીમાંથી 29 લાખની બેનામી આવક ઝડપાઇ

દૂધની વ્યવસાયિક પેઢીમાંથી 29 લાખની બેનામી આવક ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંદૂધની વ્યવસાયિક પેઢીમાં આવકવેરા વિભાગની તપાસના અંતે રૂ.29 લાખની બેનામી આવક મળી આવતા પેઢી સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઇ છે. નોટબંધી દરમિયાન બેંક ખાતામાં રૂ. 2.50 લાખને બદલે જંગી ડીપોઝીટ જમા કરાવનાર પેટ્રોલપંપ,પેઢી અને વેપારીઓ પર આવકવેરા વિભાગે ધોંસ બોલાવી સર્વે અને દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. આઇટી વિભાગની ઝુંબેશ અંતર્ગત શુક્રવારે સાંજે જામનગરમાં ખોડીયાર કોલોની રોડ પર આવેલી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલી પાર્થ મીલ્ક એન્ડ માર્કેટીંગ પેઢીમાં સ્થાનિક આયકર વિભાગના અધિકારીઓ દ્રારા સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી.

મોડી રાત સુધી ચાલેલી કામગીરી દરમિયાન પેઢી દ્રારા નોટબંધી દરમિયાન કરાયેલા આર્થિક વ્યવહારો તથા બેકમાં જમા કરાયેલી ડીપોઝીટની તપાસ કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગની તપાસમાં થયેલું ડિસ્કલોઝર

જંગી ડિપોઝિટ જમા સામેની કાર્યવાહીમાં વિગતો ખૂલી

અન્ય સમાચારો પણ છે...