ખંભાળિયા નજીક ST બસ અધ્ધવચ્ચે રોકી દાદાગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાથીજામનગર તરફ આવતી એક એસ.ટી. બસને આરાધનાધામ પાસે દાતા ગામના શખ્સે રોકી બસ ડ્રાઈવરને ધમકી આપી માર મારી તેની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખંભાળિયાથી જામનગર તરફ શુક્રવારે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ભગુભાઈ હાજાભાઈ કડછા નામના ડ્રાઈવર એસ.ટી.ની બસ લઈને પસાર થતા હતા ત્યારે આરાધનાધામ પાસે પહોંચેલી બસની આગળ મોટરસાઇકલ લઈને આવેલા દાતા ગામના સોમાભાઈ લાખાભાઈ નામના શખ્સને પોતાનું જીજે-1૦-સીએચ 2249 નંબરનું મોટરસાઇકલ બસ આડે રાખી તેને રોકાવી હતી. ત્યાર પછી શખ્સે એસ.ટી. બસના ડ્રાઈવર ભગુભાઈ કડછાને નીચે ઉતારી ઢીકાપાટુનો માર મારી તેઓનો શર્ટ ફાડી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ભગુભાઈએ પોતાની ફરજમાં રૂકાવટ કરવા સહિતની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપી સોમાભાઈની શોધ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...