• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બળવો કરનાર ધારાસભ્યો સામે કોંગ્રેસે નકલી નોટોનો વરસાદ કર્યો

બળવો કરનાર ધારાસભ્યો સામે કોંગ્રેસે નકલી નોટોનો વરસાદ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભાનીચૂંટણી પૂર્વે કોંગ્રેસના 14 જેટલા ધારાસભ્યોએ પક્ષ સામે બળવો કરી રાજ્યસભાની ચૂંટણીમાં કોર્સ વોટીંગ કર્યું હતું. જામનગરના બે ધારાસભ્યોના નામ પણ યાદીમાં સમાવવામાં આવ્યા હતા. જામનગર કોંગ્રેસે ગુરૂવારે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ધારાસભ્યો સામે નકલી નોટોનો વરસાદ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઇ માડમની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો ગુરૂવારે સવારે એકત્રીત થયા હતા. કોંગી કાર્યકરોના હાથમાં બેનર હતા, જેમાં લખ્યું હતું ‘દલ બદલ, લાલચી, મોકા પરસ્ત, ધોખાબાજ’ ગુજરાતના ધારાસભ્યો. બેનરમાં એક કાર્ટુન પણ બનાવવામાં આવ્યું હતું જેના હાથમાં પૈસાની બૈગ હતી અને તેના પર એમએલએ લખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...