તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ભાણવડમાં યુવાન પર 6 શખ્સનો હુમલો, સોનાના ચેઇનની લૂંટ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડમાં યુવાન પર 6 શખ્સનો હુમલો, સોનાના ચેઇનની લૂંટ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાણવડનામેવાસાની એક પરિણીતા ત્રણેક મહિના પહેલા પોતાના ઘરેથી પોરબંદર પહોંચી ગયા પછી તેણીને પોલીસના હવાલે કરનાર એક યુવાન પર રવિવારે યુવતીના પતિ સહિતના શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરી માર મારી સોનાનો ચેન લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા રામાભાઈ રાજુભાઈ ચાંચિયા નામના પાંત્રીસ વર્ષના વણકર યુવાનને અગાઉ ભાણવડ તાલુકાના મેવાસા ગામના લખુભાઈ મકવાણાની પત્ની સાથે લગ્ન પહેલા સંબંધ હતો જે સંબંધ તેઓએ લગ્ન પછી તોડી નાખ્યો હતો. ત્યાર પછી ત્રણેક મહિના પહેલા લખુભાઈની પત્ની પોરબંદરમાં રામાભાઈના ઘરે પહોંચતા તેઓએ પરિણીતાને સમજાવી પોલીસ સ્ટેશનમાં હાજર કરાવી હતી.

જ્યાંથી પરિણીતાનો કબજો લખુભાઈ મકવાણાને સોંપવામાં આવ્યો હતો. વેળાએ લખુભાઈ અને રામાભાઈ વચ્ચે ચકમક ઝરી હતી તે દરમ્યાન રવિવારે સાંજે રામાભાઈ ભાણવડ ત્રણ પાટિયા બસ સ્ટોપ પાસે આવેલી એક દુકાન નજીક ઉભા હતા ત્યારે લાકડીઓ સાથે ધસી આવેલા લખુભાઈ મકવાણા અને બીજા પાંચ અજાણ્યા શખ્સોએ રામાભાઈ પર હુમલો કર્યો હતો.

શખ્સોએ આડેધડ માર માર્યા પછી જેની પાસે લાકડી હતી તેવા એક શખ્સે રામાભાઈના ગળામાંથી રૂ. 22 હજારની કિમતના સાડા ત્રણ તોલા વજનનો સોનાનો ચેન ઝૂંટવી લીધો હતો. માર માર્યા પછી શખ્સો નાસી જતાં ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે ભાણવડ હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલા રામાભાઈએ લખુભાઈ સહિતના પાંચ અજાણ્યા શખ્સો સામે વિધિવત ફરિયાદ નોધાવી હતી.

જ્યા ભાણવડ તાલુકા પોલીસ દ્વારા આઇપીસી કલમ 397, 324, 325, તથા જીપીએક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધાવતા પીએસઆઈ પી.આર. રામાણીએ ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી હતી.

પ્રેમ પ્રકરણમાં પરિણીતાના પતિ દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો