તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • વિદ્યાર્થીઓ હતાશામાં સરી પડે તે માટે ખાસ હેલ્પલાઇનનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ હતાશામાં સરી પડે તે માટે ખાસ હેલ્પલાઇનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેર તથા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહયા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓ પરીક્ષાાના ડરથી હતાશા, નિરાશા અનુભવતા હોય છે. જેમાં અમુક સમયે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા તરફ જવાના પગલા ભરતા હોય છે. જેથી જામનગર શહેરની વિશ્વાત્મા ઓનરરી ચાઇલ્ડ અેન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા વિદ્યાર્થીઓ તનાવ મુકત પરીક્ષાઓ આપી શકે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં હતાશા તથા ડર અનુભવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

આખુ વર્ષ તનતોડ મહેનત કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તનાવ અનુભવતા હોય છે. જેમાં પરીક્ષાનો ડર તથા સારા માર્કસ મળે તેવા અનેક ડરનો સામનો વિદ્યાર્થીઓ કરતા હોય છે. જેમાં અમુક સમયે નબળા પરિણામ અાવવાના ડરથી વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો નોંધાતા હોય છે. આવા વિદ્યાર્થીઓમાં ડરને દુર કરવા તથા તનાવ મુકત વાતાવરણમાં પરીક્ષાઓ આપી શકે તે ધ્યાને શહેરની વિશ્વાત્મા ઓનરરી ચાઇલ્ડ અેન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા હેલ્પલાઇન તા. 20થી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલા ડરને દૂર કરવા તથા આવા પગલા અટકાવવા સહિતનું માર્ગદર્શન હેલ્પલાઇન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અમુક કિસ્સામાં વિદ્યાર્થીઓને રૂબરૂ મળી અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમ કાઉન્સીલર કિરણબેન ચંદારાણા દ્વારા જણાવવામાં આવ્યંુ હતું.

હેલ્પલાઇનમાં જામનગર શહેરના એસપી પ્રદિપ સેજુળ દ્વારા જન જાગૃતિ પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યમાં સંસ્થાને ઉપયોગી થવા તમામ પ્રકારની સહાય આપવા જણાવ્યું હતું. આવા પોસ્ટરો પરીક્ષા કેન્દ્રો, શાળાઓ, જાહેર સ્થળો તથા પોલીસ સ્ટેશનમાં લગાડવામાં સીટી બી ડીવી.ના પીઆઇ સમીર શારદાના ખાસ માર્ગદર્શન હેઠળ અભિયાનને સાર્થક કરવા સહયોગ આપવામાં આવી રહયો છે.

હેલ્પલાઇન જરૂરિયાતમંદો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજના વિદ્યાર્થીઓમાં રહેતા ડરને દૂર કરવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હેલ્પલાઇન નં. 99255 01394 પર ફોન કરનાર વિદ્યાર્થીઓના નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ વૈશાલી રાયઠઠ્ઠા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ સંકોચ વિના પેાતાના પ્રશ્નો હેલ્પલાઇનમાં ઉજાગર કરી શકે.

હેલ્પલાઇન 24 કલાક શરૂ રહેશે

24 કલાક શરૂ રહેતી હેલ્પલાઇનમાં નામ ગુપ્ત રખાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો