તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડમાં ખનીજ ખનનની બે ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ભાણવડ પંથકમાં વધુ એક વખત ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી હતી. ભાણવડ તાલુકાના રાણપર પંથકમાં લાઈમ સ્ટોનનું ગેર કાયદેસર ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ ખાણખનીજ વિભાગને જાણવા મળતા તેમના દ્વારા રવિવારે બે સ્થળે ત્રાટકી લાઈમસ્ટોનના ખનન કરતી ચકરડીઓ અને બે ટ્રેકટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ખાણખનીજ વિભાગની રેડ હોવાનું જાણતા બન્ને સ્થળે હાજર શખ્સો નાસી ગયા હતા. ખાણ-ખનીજ ખાતાના બે અધિકારીઓ દ્વારા હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાણવડ તાલુકાના રાણપર પંથકમાં રવિવારે સવારે ભાણવડ રેન્જના રાઉન્ડ ફોરેન્ટર આર.બી. કારેણા તથા સ્ટાફે બરડા ડુંગર નજીકની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું હોવાની બાતમીના આધારે તે સ્થળે ધસી જઈ દરોડો પાડતા ત્યાંથી લાઈમસ્ટોન કાપવાની ઈલેકટ્રીક ચકરડી સહિત ચાર મોટર તથા ડીઝલ જનરેટર મશીન, એક ટ્રેકટર મળી આવ્યા હતા. જ્યારે મુદ્દામાલ મૂકી સ્થળ પર હાજર શખ્સો નાસી ગયા હતા. ફોરેસ્ટર કારેણાએ કુલ રૂ.3 લાખ 8૦ હજારનો મુદ્દામાલ કબજે કરી ખનીજચોરી કરવા અંગે અજાણ્યા શખ્સો સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.આર.રામાણીએ ગુનો નોંધ્યો હતો. દરોડા પછી બીજો દરોડો નજીકમાં ચાલતા અન્ય એક ખોદકામના સ્થળે પાડવામાં આવ્યો હતો જેમાં પણ એક ટ્રેકટર, ઈલેકટ્રીક મોટર સાથેની બે ચકરડી સહિતનો રૂ.2 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે સ્થળે ગેરકાયદેસર રીતે લાઈમસ્ટોનનું ખનન કરી રહેલા શખ્સો નાસી જવામાં સફળ થયા હતા. ખાણ-ખનીજ કચેરીના રોયલ્ટી ઈન્સપેકટર બી.જી. ગોહિલ દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે અંગે પણ પીએસઆઈ પી.આર. રામાણીએ બંને ગુનહામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

બરડા પંથકમાં ખનીજ ચોરી કરતાં શખ્સો સામે પોલીસની લાલઆંખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો