તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ જળ દિવસની બન્ને જિલ્લાની સંયુક્ત ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વજળ દિવસ ઉજવણી 2017 અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાનો સંયુકત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં યોજવામાં આવ્યો હતેા.

યુનિટ મેનેજર એ.એચ.હાલાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ જળ દિવસનો મુખ્ય હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળનો બગાડ થતો અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા રોજબરોજ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળ વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે ખૂબ મહત્ત્વનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રયોગ શાળાના શકિતસિંહ જાડેજાએ પાણી પીવા લાયક કે ઉપયોગી બની શકે કે કેમ તેની પાણી ગુણવત્તા અંગે જાણકારી આપી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.ચૌહાણે વિશ્વજળ દિવસનાં મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલ દ્વારા પાણીનો બગાડ અટકાવવાના સંકલ્પ કરવો જોઇએ તેવું જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર સરવૈયાએ જણાવ્યુ હતુ કે પાણી વાપરવુ જરૂરી છે, પરંતુ તેનો મીનીમમ ઉપયોગ કઇ રીતે કરવો શકય હોય ત્યાં સુધી પાણીની બચત કરવી પાણીનો બગાડ થતો કઇ રીતે અટકાવવો તે વિશે જાણકારી આપી જણાવ્યુ હતું.

જળનું વ્યસ્થાપન યોગ્ય કરવા અનુરોધ

દ્વારકાના ખંભાળિયામાં કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો